+

king kohli : ICC એ ODI ના શ્રેષ્ઠ પ્લેયર તરીકે વિરાટ કોહલીની કરી પસંદગી

king kohli, : ICC એ વર્ષ 2023ના મેન્સ ક્રિકેટર ઓફ ધ યરના વિજેતાની જાહેરાત કરી છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ( king kohli) બધાને પાછળ છોડી ચોથી વખત આ ખિતાબ…

king kohli, : ICC એ વર્ષ 2023ના મેન્સ ક્રિકેટર ઓફ ધ યરના વિજેતાની જાહેરાત કરી છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ( king kohli) બધાને પાછળ છોડી ચોથી વખત આ ખિતાબ જીત્યો. વિરાટ કોહલી ચાર વખત ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.

 

king kohli એ વર્ષ 2023માં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2023માં વનડેમાં, વિરાટ કોહલીએ 27 મેચોમાં 1377 રન, 1 વિકેટ અને 12 કેચ લીધા છે. વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીનું બેટ ખૂબ ગર્જ્યું હતું. ભારત માટે નંબર 3 પર બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીએ સમગ્ર ટૂર્નામેન્ટમાં 95.62ની એવરેજ અને 90.31ના સ્ટ્રાઈક રેટથી 765 રન બનાવ્યા હતા. આ દરમિયાન ત્રણ સદી ફટકારવામાં આવી હતી. આ સિવાય વિરાટે વર્લ્ડ કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો સચિનનો રેકોર્ડ તોડ્યો હતો.

 

વિરાટનું વર્ષ 2023 આવું રહ્યું
king kohli એ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પોતાની ઈનિંગ્સ સાથે 50 ODI સદીનો રેકોર્ડ પૂર્ણ કર્યો હતો, જેના કારણે તે ODIના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો હતો. જોકે તેણે ફાઇનલમાં અડધી સદી ફટકારી હતી. વર્ષ 2023 માં, વિરાટ કોહલીએ 24 ODI ઇનિંગ્સમાં 72.47 ની એવરેજથી 1377 રન બનાવ્યા, જેમાં 6 સદી અને 8 અડધી સદી ફટકારી.

વિરાટ કોહલીને ICC એવોર્ડ

  • ક્રિકેટર ઓફ ધ યર 2017 અને 2018
  • ODI ક્રિકેટર ઓફ ધ ડિકેડ
  • ODI પ્લેયર ઓફ ધ યર 2012, 2017, 2018, 2023
  • વર્ષ 2018 નો ટેસ્ટ પ્લેયર
  • સ્પિરિટ ઓફ ધ યર 2019

ચોથી વખત ટાઇટલ જીત્યું
વિરાટ કોહલી ચાર વખત ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. કોહલીએ વર્ષ 2012, 2017, 2018 અને 2023માં આ ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલી પહેલા પણ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે, હવે આ રેકોર્ડ પણ તેના લિસ્ટમાં જોડાઈ ગયો છે.

 

આ  પણ  વાંચો  – ICC ODI Team of the Year : વનડે ક્રિકેટની બેસ્ટ ટીમની થઇ જાહેરાત

 

 

Whatsapp share
facebook twitter