+

WORLD CUP : બેંગાલુરુમાં આજે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટક્કર ,જાણો કોનું પલડું ભારે

વર્લ્ડકપ 2023ની 24મી મેચ આજે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં આ…

વર્લ્ડકપ 2023ની 24મી મેચ આજે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં આ બંને ટીમોની હાલત ખરાબ છે. શ્રીલંકાની ટીમ સાતમા સ્થાને છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ આઠમા સ્થાને છે. આ બંનેએ અત્યાર સુધી 4-4 મેચ રમી છે, પરંતુ માત્ર એક જ મેચ જીતી છે. બંને ટીમોને સેમિફાઇનલમાં પ્રવેશ કરવા માટે આ મેચ જીતવી ખુબ જ જરૂરી છે.

 

 

ઈંગ્લેન્ડની વર્તમાન સ્થિતિ

ઈંગ્લેન્ડ હાલમાં ODI અને T20 બંને ફોર્મેટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ કારણોસર, આ વર્લ્ડકપની શરૂઆત પહેલા, ઇંગ્લેન્ડને ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું, પરંતુ વર્લ્ડ કપ શરૂ થયા પછી એવું બન્યું નહીં. ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ સામાન્ય રહ્યું છે. વર્લ્ડકપની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે ઈંગ્લેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તે પછી તેની ટીમે બાંગ્લાદેશને હરાવીને ટૂર્નામેન્ટમાં વાપસી કરી હતી, પરંતુ અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે.

શ્રીલંકાની વર્તમાન સ્થિતિ

શ્રીલંકાની ટીમ વિશે વાત કરીએ, તો તેણે પણ છેલ્લા કેટલાક મહિનામાં ખૂબ સારું ક્રિકેટ રમ્યું હતું, અને વર્લ્ડકપ ક્વોલિફાયરમાં સતત મેચો જીતી રહી હતી. એશિયા કપમાં શ્રીલંકા પણ ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ફાઇનલમાં શ્રીલંકાને ભારતના હાથે ખૂબ જ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્લ્ડકપમાં શ્રીલંકાની શરૂઆત સારી રહી નથી. તેઓ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે, જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

 

પિચ રિપોર્ટ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે મદદરૂપ રહી છે. બાઉન્ડ્રી નાની હોવાને કારણે અહીં ઘણા ફોર અને સિક્સ જોવા મળે છે. જેથી આજની મેચ હાઈ સ્કોરિંગ થવાની અપેક્ષા છે. જેથી ટોસ જીતનારો કેપ્ટન આ પિચ પર બોલિંગ પસંદ કરી શકે છે.

 

બંને  ટીમના  સંભવિત ખેલાડીઓ 

ઈંગ્લેન્ડ- ડેવિડ મલાન, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક/લિયામ લિવિંગસ્ટોન, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ વિલી/મોઈન અલી, ક્રિસ વોક્સ/સેમ કરન, આદિલ રશીદ, ગસ એટકિન્સન, માર્ક વૂડ

 

શ્રીલંકા- પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન અને વિકેટકીપર), સદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, એન્જેલો મેથ્યુસ, દુષન હેમંથા/દુનિથ વેલાલાગે, મહિશ તિક્ષ્ણા, કસુન રજીથા, દિલશાન મદુશંકા.

 

આ  પણ  વાંચો –વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત…, ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું

 

 

Whatsapp share
facebook twitter