+

BCCI એ ગંભીરની સાથે આ વ્યક્તિનું પણ થયું ઇન્ટરવ્યું, જલ્દી કરાશે જાહેરાત

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત કરશે. બોર્ડે આ માટેની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે. સમાચાર હતા કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો…

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત કરશે. બોર્ડે આ માટેની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે. સમાચાર હતા કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બની શકે છે. પરંતુ એક રિપોર્ટ અનુસાર, BCCIએ ગંભીરની સાથે અન્ય એક દિગ્ગજ ખેલાડીનો ઈન્ટરવ્યુ લીધો છે. ગંભીરે ઈન્ટરનેટ દ્વારા ઈન્ટરવ્યુ આપ્યો છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે.

BCCIએ ગંભીર સાથે વેંકટ રમનનું ઇન્ટરવ્યુ લીધુ

એક અહેવાલ મુજબ ક્રિકેટ સલાહકાર સમિતિએ ગૌતમ ગંભીર તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વૂરકીરી વેંકટ રમનનું ઇન્ટરવ્યુ લીધું હતું. ગંભીર હાલમાં મુખ્ય કોચ બનવાની રેસમાં સૌથી આગળ છે. સમાચાર મુજબ રમન પણ પ્રબળ દાવેદાર છે. તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન ખૂબ જ સરસ પ્રઝન્ટેશન કર્યું છે. નવા મુખ્ય કોચ કોણ હશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રમને કર્યું પ્રઝન્ટેશન

BCCIના એક સૂત્રએ જણાવ્યું કે ગૌતમ ગંભીરે વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુ આપ્યું છે. જોકે રમને પ્રઝન્ટેશન કર્યું તું જે ખૂબ જ વિગતવાર તૈયાર કરવામાં આવ્યું હતું. હવે CAC બુધવારે વિદેશી ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે. આમાં કોણ કોણ સામેલ હશે તે બહાર આવ્યું નથી. BCCI નવા સિલેક્ટરની શોધમાં છે. આ માટે કેટલાક ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે, જે ટૂંક સમયમાં સિલેક્ટર પદ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવી શકે છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

રાહુલ દ્રવિડનો કાર્યકાળ થશે પૂર્ણ

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ભારતના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થશે. દ્રવિડે મુખ્ય કોચ માટે ફરીથી અરજી કરી ન હતી. તેઓ હવે વિરામ ઈચ્છે છે. દ્રવિડ સતત બે ટર્મ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા.

આ પણ  વાંચો T20 ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું આવું, આ બોલરે 4 ઓવરમાં 0 રન આપી 3 વિકેટ ઝડપી

આ પણ  વાંચો હરભજનસિંહે આપી ગેરી કર્સ્ટનને સલાહ, કહ્યું- પાકિસ્તાનમાં સમય ન બગાડો

આ પણ  વાંચો – NICHOLAS POORAN એ T20 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ, એક જ ઓવરમાં ફટકાર્યા 36 રન

Whatsapp share
facebook twitter