+

ફિલ્મના સેટ પર કરણ જોહરને શાહરૂખે રડાવ્યો

મિત્રતા અમૂલ્ય છે… પછી તે સામાન્ય માણસની હોય કે બોલિવૂડની કોઈ વ્યક્તિની. હિન્દી સિનેમાના બાદશાહ એટલે કે શાહરૂખખાન અને ઉત્તમ રોમેન્ટિક ફિલ્મો બનાવવામાં માહેર કરણ જોહર વચ્ચેની મિત્રતા પણ આવી…

મિત્રતા અમૂલ્ય છે… પછી તે સામાન્ય માણસની હોય કે બોલિવૂડની કોઈ વ્યક્તિની. હિન્દી સિનેમાના બાદશાહ એટલે કે શાહરૂખખાન અને ઉત્તમ રોમેન્ટિક ફિલ્મો બનાવવામાં માહેર કરણ જોહર વચ્ચેની મિત્રતા પણ આવી જ છે.

અવારનવાર એકબીજા પર પ્રેમ વરસાવતા આ બંને મિત્રો વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયો ન હતો, પરંતુ એકવાર શાહરૂખે કરણને ઉગ્ર ઠપકો આપ્યો હતો. આ પછી કરણ જોહર ખૂબ રડવા લાગ્યો.

વાત છે ‘કલ હો ના હો’ના શુટિંગ દરમ્યાન એક ગીતના ફિલ્માંકન વખતની

શાહરૂખ ખાને કરણ જોહર દ્વારા નિર્દેશિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આમાંથી એક ફિલ્મ કલ હો ના હો હતી, જેમાં શાહરૂખ ખાન સાથે સૈફ અલી ખાન અને પ્રીતિ ઝિન્ટા જોવા મળ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રીતિ ઝિંટા અને સૈફ અલીખાનને

કારણે શાહરૂખ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો અને તેણે કરણને ઉગ્ર ઝાટકણી કાઢી હતી. આ પછી કરણ એકદમ રડવા લાગ્યો.

કરણ જોહરે પોતે આ ઘટના ફેન્સ સાથે શેર કરી હતી. તેણે એક ડાન્સ રિયાલિટી શોમાં ‘કલ હો ના હો’ સાથે જોડાયેલી આ ઘટના કહી હતી. તેણે કહ્યું હતું કે શૂટિંગ દરમિયાન સૈફ અને પ્રીતિ વારંવાર તેમના ડાયલોગ્સ ભૂલી જતા હતા.આ જોઈને શાહરૂખ ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે મને ખૂબ ઠપકો આપ્યો અને એમ પણ કહ્યું કે “આ કેવી મજાક છે? કરણ તેન જ બધાને બગાડ્યા છે. કોઈ પોતાનું કામ બરાબર નથી કરી રહ્યું. આ રીતે, આ લોકોને ફિલ્મફેર એવોર્ડ મળશે, પરંતુ મને નહીં.”

શાહરૂખની ઠપકો મળ્યા બાદ કરણ જોહર ખરાબ રીતે રડવા લાગ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે પ્રીતિ અને સૈફને કલ હો ના હો માટે એવોર્ડ મળ્યો હતો શાહરુખને નહી.

વર્ષ 2003માં રિલીઝ થયેલી આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા અને ભારતીય બોક્સ ઓફિસ પર 38.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, તેનું વિશ્વવ્યાપી કલેક્શન 53.54 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મમાં શાહરૂખ, સૈફ અને પ્રીતિ ઉપરાંત જયા બચ્ચન, દારાસિંહ, સતીશ કૌશિક, ઝનક શુક્લા, સોનાલી બેન્દ્રે, ડેલનાઝ ઈરાની, રાજપાલ યાદવ અને સંજય કપૂર જેવા સ્ટાર્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Whatsapp share
facebook twitter