Ram Mandir : અયોધ્યા રામમંદિરની (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ વિપક્ષ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રવિવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને વિપક્ષી નેતાઓએ નકારી કાઢ્યા બાદ તેમની જ પાર્ટી કોંગ્રેસ પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને નકારવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.
રામ એ ભારતનો આત્મા છે: આચાર્ય કૃષ્ણમ
આચાર્ય કૃષ્ણમ જણાવ્યું કે રામ વિના ભારતની કલ્પના કરી શકાતી નથી. તેમણે વધુમાં કહ્યું કે (Ram Mandir) રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને નકારવાનો અર્થ ભારતની સભ્યતા અને સંસ્કૃતિનું અપમાન છે. આચાર્ય ક્રિષ્નમે જણાવ્યું હતું કે ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. રામ ભારતનો આત્મા છે.
#WATCH | On Opposition leaders declining the invitation to Ram Temple pranpratishtha, Congress leader Acharya Pramod Krishnam says, "This is unfortunate. Not even a Christian or a priest or Muslim can decline the invitation of Lord Ram. Ram is the soul of India. Without Ram,… pic.twitter.com/9zW80MpYL1
— ANI (@ANI) January 21, 2024
PM મોદીના કારણે રામ મંદિરનું નિર્માણ થયું
કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ મંદિરનું નિર્માણ થયું છે, જે સાચું છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા. આચાર્ય ક્રિષ્નમે કહ્યું કે જો મોદી દેશના વડાપ્રધાન ન હોત અને અન્ય કોઈ વડાપ્રધાન હોત તો આ નિર્ણય લેવામાં આવ્યો ન હોત અને મંદિરનું નિર્માણ પણ થયું ન હોત. મંદિર નિર્માણનો શ્રેય પીએમ મોદીને આપતાં તેમણે કહ્યું કે હું મંદિર નિર્માણનો તમામ શ્રેય તેમને આપવા માંગુ છું.આચાર્ય ક્રિષ્નમે કહ્યું કે જો મોદી દેશના વડાપ્રધાન ન હોત અને અન્ય કોઈ વડાપ્રધાન હોત તો આ નિર્ણય લેવામાં આવ્યો ન હોત અને મંદિરનું નિર્માણ પણ થયું ન હોત
આ પણ વાંચો – Ram Mandir અંતરિક્ષમાંથી કંઈક આવું દેખાય છે, ઈસરોએ શેર કરી તસવીર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ