+

Khadi Organic: 22 જાન્યુ. એ ઘરે બેઠા અયોધ્યાના રામલલાનો પ્રસાદ ખાઈ શકશો

Khadi Organic: હાલમાં, દેશના ખૂણે-ખૂણે એક જ સાદ સંભળાઈ રહ્યો છે અને તે છે જય શ્રી રામ. કારણ કે… 22 જાન્યુઆરીના રોજ અયોધ્યમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ…

Khadi Organic: હાલમાં, દેશના ખૂણે-ખૂણે એક જ સાદ સંભળાઈ રહ્યો છે અને તે છે જય શ્રી રામ. કારણ કે… 22 જાન્યુઆરીના રોજ અયોધ્યમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ આધ્યાતમિક પ્રસંગે દેશમાં દરેક વ્યક્તિના ઘર સુધી આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી છે.

પરંતુ જો તમે 22 જાન્યુઆરીએ અયોધ્યા જઈ શકતા નથી અને પ્રસાદ મેળવવા ઈચ્છતા હોય, તો… આ અહેવાલ તમને મદદરૂપ થશે. રામલલાનો પ્રસાદ તમારા ઘરે પહોંચાડવા માટે તમારે કોઈને પણ પ્રસાદ લાવવા માટે કહેવાની જરૂર નથી.

આ માટે તમારે ઘરે બેસીને એક Website પર પ્રસાદ ઓનલાઈન ઓર્ડર કરવાનો રહેશે. સૌથી સારી વાત એ છે કે તમારે આ પ્રસાદ માટે કોઈ પૈસા આપવાના નથી. રામ પ્રસાદ માટે તમારે ગૂગલ પર જઈને KHADI ORGANIC લખવું પડશે. આ પછી તમે KHADI ORGANIC ની Website ની હોમ પેજની મુલાકાત કરવી પડશે.

Khadi Organic

Khadi Organic

Online રામ પ્રસાદ મળશે

અહીં તમને ફ્રી પ્રસાદનો વિકલ્પ બતાવવામાં આવશે. આ ઓપ્શન પર ક્લિક કરો આ પછી તમને Add to Cart અને Buy now નો વિકલ્પ મળશે. જો કે આ પ્રક્રિયા દરમિયાન તમને સર્વરને કારણે થોડી રાહ જોવી પડી શકે છે. ત્યાર બાદ તમારું સંપૂર્ણ સરનામું અને વિનંતી કરેલી વિગતો કાળજીપૂર્વક દાખલ કરવી પડે છે.

Delivery માં વિલંબ થઈ શકે છે

ઉપર જણાવ્યા મુજબ, તમારા ઓર્ડરની પુષ્ટિ થવામાં સમય લાગી શકે તેવી શક્યતા છે. આ Website પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે તમારા ઓર્ડરને કન્ફર્મ થયા બાદ જ 22 જાન્યુઆરી પછી ટ્રેક કરી શકશો.

આ ઉપરાંત, Website તમને માત્ર એક જ પ્રસાદ બોક્સ મફતમાં પહોંચાડી શકે છે. જો તમને ઓર્ડર આપ્યા પછી કોઈ કન્ફર્મેશન મેસેજ અથવા કોઈપણ પ્રકારનું અપડેટ પ્રાપ્ત થતું નથી, તો તમે તેમના કોન્ટેક્ટ નંબર પર કોલ અથવા મેસેજ પણ કરી શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે તમારે આ માટે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવાની જરૂર નથી. તમારે ઓર્ડર આપતા પહેલા Website પર પ્રતિક્રિયાઓ અને રેટિંગ્સ એકવાર તપાસવી લેવી જોઈએ.

આ પણ વાંચો: KOTHARI FAMILY : અમે બધી આશા ગુમાવી દીધી હતી પણ…..

Whatsapp share
facebook twitter