+

PM Modi with MPs: પીએમ મોદીએ 8 સાંસદો સાથે કર્યું લંચ, જાણો… શું વાતચીત થઈ પીએમ અને સાંસદો વચ્ચે ?

PM Modi with MPs: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અવારનવાર સરપ્રાઈઝ આપે છે. ત્યારે આ વખતે તેમણે 8 સાંસદો સાથે પણ કંઈક આવુ જ થયું હતું. PMO માંથી…

PM Modi with MPs: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અવારનવાર સરપ્રાઈઝ આપે છે. ત્યારે આ વખતે તેમણે 8 સાંસદો સાથે પણ કંઈક આવુ જ થયું હતું. PMO માંથી આ સાંસદોને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, PM Modi આજે તમારા સાથે લંચ કરવા આવશે.

  • કોણ કોણ હાજર રહ્યા વડાપ્રધાન સાથે
  • PM Modi એ સંભાળાવ્યો પાક. નો કિસ્સો
  • વડાપ્રધાનએ સાંસદો સાથે અનૌપચારિક વાતચીત કરી

કોણ કોણ હાજર રહ્યા વડાપ્રધાન સાથે

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ લીધું હતું. આ દરમિયાન બીજેપી સાંસદ હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજેડીના સાંસદ સસ્મિત પાત્રાએ પીએમ મોદી સાથે લંચ કર્યું હતું.

PM Modi એ સંભાળાવ્યો પાક. નો કિસ્સો

એક અહેવાલ અનુસાર, લંચ દરમિયાન જ્યારે એક સાંસદે PM Modi ને નવાઝ શરીફની પુત્રીના લગ્નમાં તેમની બિનઆયોજિત મુલાકાત વિશે પૂછ્યું તો પીએમએ કહ્યું કે તેઓ બપોરે 2 વાગ્યા સુધી સંસદમાં હતા. જે બાદ તે અફઘાનિસ્તાન જવા રવાના થયા હતા. તેમણે પરત ફરતાં Pakistan માં જ રહેવાનું નક્કી કર્યું. જોકે SPG એ તેમના આ નિર્ણય પર ના મંજૂરી વ્યક્ત કરી હતી. PM Modi એ કહ્યું કે એસપીજીના ઇનકાર પછી પણ તેમણે નવાઝ શરીફને ફોન કર્યો અને પૂછ્યું કે શું તેઓ તેમને રિસીવ કરશે. આ પછી તેઓ લગ્નમાં હાજર રહ્યા હતા.

વડાપ્રધાનએ સાંસદો સાથે અનૌપચારિક વાતચીત કરી

સાંસદો સાથે લંચ લેતી વખતે વડાપ્રધાન મોદીએ તેમના પ્રવાસ, અનુભવો અને યોગ વિશે અનૌપચારિક વાતચીત કરી હતી. આ દરમિયાન PM Modi એ કહ્યું કે “ખિચડી” તેમનો Favorite Food છે. PMએ એક સાંસદને કહ્યું કે કેટલીકવાર મારી મુસાફરી એટલી બધી હોય છે કે મને ખ્યાલ પણ નથી આવતો કે હું એક દિવસ પણ ઊંઘ્યા વિના ગયો છું.

આ પણ વાંચો: MP : 8 સાંસદોને PM MODI એ આપી સજા…

Whatsapp share
facebook twitter