+

Hamas Query Row: હમાસને લગતા વાયરલ દસ્તાવેજ પર વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા

હામાસને લઈને ભારતમાં સોશિયલ મીડિયા પર હોબાળો ભારતમાં હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવા પર તેને સંબંધિત દસ્તાવેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. કારણ કે એવું…

હામાસને લઈને ભારતમાં સોશિયલ મીડિયા પર હોબાળો

ભારતમાં હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવા પર તેને સંબંધિત દસ્તાવેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે સંસદમાં અતારાંકિત પ્રશ્નના જવાબમાં આ દસ્તાવેજ પર કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ હસ્તાક્ષર કર્યા હતા. જો કે સાંસદે કહ્યું કે તેઓ કોઈ પણ કાગળ પર સહી નહીં કરે, તેના પછી આ મામલો વધુ ગુંચવણ બની ગયો છે. હવે આ મામલે ખુદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.

સાંસદ સુધાકરણે સંસદના શિયાળુ સત્ર દરમિયાન માંગ્યા પુરાવા

હકીકતમાં કેરળની કન્નુર લોકસભા સીટના સાંસદ સુધાકરણે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પૂછ્યું હતું કે શું સરકાર પાસે હમાસને ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર કરવાનો કોઈ લેખિત પ્રસ્તાવ છે? જો હા, તો તેને જાહેર કરવા જોઈએ. જો આવો કોઈ સ્પષ્ટ પુરાવો નથી, તો તેના કારણો શું છે? તેમણે એમ પણ પૂછ્યું હતું કે શું ઈઝરાયેલ સરકારે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવા અંગે ભારત સરકાર સાથે વાત કરી છે? તેથી આ મામલે સાંસદ સુધાકરણે સરકાર પાસે વિગતો આપવાની પણ માંગ કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી સમગ્ર મામલે કરી સ્પષ્ટતા

તે ઉપરાંત આ પ્રશ્નના જવાબ સાથે સંબંધિત દસ્તાવેજ વાયરલ થયા પછી વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે રાજ્ય મંત્રી વી મુરલીધરનને સંસદીય પ્રશ્નનો સત્તાવાર જવાબ પેનલમાં મૂકવામાં આવ્યો હતો. જો કે દસ્તાવેજો સામે આવ્યા પછી એવું બહાર આવ્યું કે મીનાક્ષી લેખીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો પરંતુ ટ્વીટર પરની એક પોસ્ટમાં કહ્યું કે તેણે “આ પ્રશ્ન અને તેના જવાબ સાથે કોઈ કાગળ પર હસ્તાક્ષર કર્યા નથી.”

આખરે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ઘણા કલાકો પછી સ્પષ્ટતા કરી કે દસ્તાવેજોમાં “તકનીકી સુધારા”ની જરૂર છે. તેમણે એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું, અમે જોયું છે કે 8 ડિસેમ્બર 2023 ના રોજ લોકસભા અતારાંકિત પ્રશ્ન નંબર 980 ના જવાબમાં રાજ્ય મંત્રી વી મુરલીધરનને જવાબ આપવા માટે તકનીકી સુધારણાની જરૂર છે. તો બીજી બાજુ આ મામલે ભૂલ કેવી રીતે થઈ તે અંગે કોઈ વિગતો આપવાને બદલે તેમણે કહ્યું કે,આ માટે જરૂરી અને યોગ્ય પહેલ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: તેલંગાણાના સીએમ રેવંત કાનૂન જ્યારે વિક્રમાર્ક નાણાંની જવાબદારી સંભાળશે…

 

Whatsapp share
facebook twitter