Jharkhand new CM: ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 1 ફેબ્રુઆરીની મોડી રાત્રે JMM નેતા Champai soren ને આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલે Champai soren ને નોમિનેટેડ સીએમ તરીકે સ્વીકારી લીધા છે. એવું માનવામાં આવે છે કે Champai soren 2 ફેબ્રુઆરીના રોજ CM તરીકે શપથ લેશે. Champai soren ની સાથે ધારાસભ્ય આલમગીર આલમ પણ રાજભવન પહોંચ્યા હતા.
Jharkhand ના સીએમ તરીકે શપશ ગ્રહણ કરશે
ઝારખંડમાં ચંપાઈ સોરેનના રસ્તાનો પથ્થર સાફ થઈ ગયો છે. Champai soren બપોરે 12 વાગ્યે શપથ લઈ શકે છે. જો કે અહેવાલ અનુસાર ચંપાઈ સોરેને 10 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે.
Champai Soren to take oath as Jharkhand CM on 2nd February, floor test to take place in next 10 days: Alamgir Alam, CLP leader https://t.co/PniG8gnpPV
— ANI (@ANI) February 1, 2024
અગાઉ રાજ્યમાં મૂંઝવણના કારણે, Champai soren એ રાજ્યપાલને સરકારની રચનાની વિનંતીને વહેલી તકે સ્વીકારવા વિનંતી કરી હતી. Hemant soren ના રાજીનામા બાદ રાજ્ય હજુ પણ મુખ્યમંત્રી વગરનું છે. ત્યારે રાજકીય સંકટના વાદળો હવે હટતા જોવા મળી રહ્યા છે.
JMM ધારાસભ્યોને પણ ખાનગી રીતે હૈદરાબાદ બોલાવ્યા
JMM ગઠબંધને પણ પોતાના ધારાસભ્યોને બે ખાનગી વિમાનો દ્વારા અન્ય સ્થળોએ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણે વિમાનો ઉપડી શક્યા ન હતા. ગઠબંધનના કેટલાક ધારાસભ્યોના જણાવ્યા અનુસાર, તેમને બે ખાનગી વિમાનમાં હૈદરાબાદ લઈ જવાની યોજના હતી. જેમાં એક 12 બેઠકો અને બીજી 37 બેઠકો હતી. જો કે, ધારાસભ્યોને હૈદરાબાદ લઈ જવાની યોજના રદ કરવી પડી હતી.
આ પણ વાંચો: Jharkhand : ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે, હેમંત સોરેને રાજીનામું આપ્યું…