+

ISRO Update: ISRO એ નવા વર્ષની શરૂઆતમાં જ ઈતિહાસ રચ્યો

ISRO Update: ISRO એ નવા વર્ષની શરૂઆતમાં જ ઈતિહાસ રચ્યો છે. ISRO નું પ્રથમ સૂર્ય મિશન Aditya L1 એ 6 જાન્યુઆરીના રોજ લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું છે. સપ્ટેમ્બર 2023 માં શ્રીહરિકોટા,…

ISRO Update: ISRO એ નવા વર્ષની શરૂઆતમાં જ ઈતિહાસ રચ્યો છે. ISRO નું પ્રથમ સૂર્ય મિશન Aditya L1 એ 6 જાન્યુઆરીના રોજ લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું છે. સપ્ટેમ્બર 2023 માં શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરાયેલ Aditya L1 આજે તેની છેલ્લી અને ખૂબ જ જટિલ પ્રક્રિયામાંથી પસાર થયું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “ભારતે વધુ એક મહાન સિદ્ધી હાંસલ કરી છે. ભારતની પ્રથમ સૌર વેધશાળા Aditya L1 તેના નક્કી કરેલ સ્થાને પહોંચી ગઈ છે. આ એક સૌથી જટિલ અંતરિક્ષ મિશનને સફળ કરવામાં આપણા વૈજ્ઞાનિકોનું મહાન યોગદાન રહેલુ છે. આ સિદ્ધી તેમના સમર્પણનો પુરાવો છે. આ અસાધારણ સિદ્ધીને બિરદાવવામાં હું મારા દેશવાસીઓ સાથે જોડાયો છું અને માનવતા માટે વિજ્ઞાનની નવી સીમાઓને આગળ વધારવાનું ચાલુ રાખીશું.”

ઇસરોએ બીજી સફળતાની ગાથા લખી

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ વર્ષ ભારત માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. પીએમ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ઈસરોએ વધુ એક સફળતાની ગાથા લખી છે. Aditya L1 સૂર્યના રહસ્યો શોધવા માટે તેની અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.

Space Craft પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ (L1) ની આસપાસ ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. L1 બિંદુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ એક ટકા જેટલું છે. તેના છેલ્લા સ્ટોપ પર પહોંચ્યા પછી Aditya L1 કોઈપણ ગ્રહણ વિના સૂર્યને જોઈ શકશે.

ISRO Update

ISRO Update

લેંગ્રેસ પોઈન્ટ શું છે?

લેગ્રેન્જ પોઈન્ટ એ એક વિસ્તાર છે. જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ તટસ્થ બની જશે. સૂર્યને હેલો ભ્રમણકક્ષામાં L1 બિંદુની આસપાસ ઉપગ્રહો દ્વારા સતત જોઈ શકાય છે. આ સૌર ગતિવિધિઓ અને વાસ્તવિક સમયમાં અવકાશના હવામાન પર તેની અસર વિશે માહિતી આપશે.

તેનો હેતુ શું છે?

આ મિશનનો ઉદ્દેશ સૌર વાતાવરણમાં ગતિશીલતા, સૂર્યના કોરોનાની ગરમી, સૂર્યની સપાટી પર સૌર ધરતીકંપ, સૌર જ્વાળા સંબંધિત પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ અને અવકાશમાં હવામાનની સમસ્યાઓને વધુ સારી રીતે સમજવાનો છે.

આ પણ વાંચો:

Whatsapp share
facebook twitter