+

ELECTION 2024 : જુઓ LJPએ બિહારની 5 બેઠકો પર કોને મેદાનમાં ઉતાર્યા

LJP candidates list : લોકસભા ચૂંટણી 2024 માટે (LOK SABHA ELECTION) અલગ અલગ રાજકીય પાર્ટીઓએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આજે LJPએ બિહારની સીટો માટે ઉમેદવારોના નામની (LJP…

LJP candidates list : લોકસભા ચૂંટણી 2024 માટે (LOK SABHA ELECTION) અલગ અલગ રાજકીય પાર્ટીઓએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આજે LJPએ બિહારની સીટો માટે ઉમેદવારોના નામની (LJP candidates list )જાહેરાત કરી દીધી છે. જેમાં જમુઈથી અરુણ ભારતી, સમસ્તીપુરથી શાંભવી ચૌધરીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તે સાથે બિહારની હાજીપુર સીટથી ચિરાગ પાસવાન, વૈશાલી સીટથી વીણા દેવી અને ખાગરિયાથી રાજેશ વર્માના નામની જાહેરાત કરવામાં આવી છે.

 

 

ચિરાગ પાસવાન આ  બેઠક પરથી  ચૂંટણી લડશે

બિહારમાં NDA અને તેના ઘટક પક્ષો વચ્ચે સીટની વહેંચણી પર સમજૂતી થઈ છે. બીજેપીના મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડે, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે જેડીયુના સંજય ઝા અને એલજેપી (R)ના રાજુ તિવારી બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી. ત્યારે ચિરાગ પાસવાન કઇ બેઠક પર ચૂંટણી લડશે તે વિશે જાણીએ.

પાસવાનની પાર્ટીને મળી 5 સીટ

રાજ્યમાં ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે નીતિશ કુમારની આગેવાની હેઠળની JDU 16 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાન RLSP 5 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLJD એક સીટ પર અને પૂર્વ સીએમ જીતન રામ માંઝીની HAM પાર્ટી એક સીટ પર ચૂંટણી લડશે.

 

ચિરાગ પાસવાને શું કહ્યુ હતું?

બેઠકોની જાહેરાત બાદ ચિરાગ પાસવાને કહ્યું કે,આ ગઠબંધનને મજબૂતી મળી છે. હવે આ નવા ગઠબંધનના સ્વરૂપ સાથે વિશ્વાસ વધ્યો છે. 2019માં એક સીટથી રહી ગયા હતા પરંતુ આ વખતે 40 સીટ જીતીને પીએમ મોદીને પીએમ પદ પર બેસાડવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું જમુઇ, હાજીપુર,સમસ્તિપુર, વૈશાલી, ખગડીયા આ પાંચ બેઠકો મળી છે. સાથે જ તેમણે કહ્યું કે પાર્ટીનો નિર્ણય અંતિમ રહેશે. મને નથી લાગતુ કે બે બેઠક પર હું ચૂંટણી લડુ. પરંતુ મને મળતી જાણકારી મુજબ હાજીપુર બેઠક પરથી હું ચૂંટણી લડીશ.

 

આ  પણ  વાંચો – Lok Sabha Elections : ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત,આ 27 નેતાઓને મળ્યું સ્થાન

આ  પણ  વાંચો – Lok Sabha Election 2024: કોંગ્રેસમાં ભંગાણ યથાવત, વધુ એક નેતાએ ધારણ કર્યો કેસરિયો

Whatsapp share
facebook twitter