નવી દિલ્હી : 18 મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઇ ગયું. પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પ્રવેશ પહેલા સરકારની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી તો વિપક્ષના સહયોગની અપીલ પણ કરી હતી. પરંપરા અનુસાર પહેલા દિવસે પ્રોટેમ સ્પીકર ભર્તૃહરી મહતાબ દેશના સાંસદોને શપથ ગ્રહણ કરાવી રહ્યા હતા. બીજી તરફ અનેક પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આવું જ એક દ્રશ્ય ત્યારે સામે આવ્યું જ્યારે ગૃહમંત્રી અમિત શાહ શપથ લેવા જઇ રહ્યા હતા. અમિત શાહ ડાયસ પર પહોંચતાની સાથે જ વિપક્ષમાં બેઠેલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એવી હરકત કરી કે તમામ લોકોની નજર તેમના તરફ ગઇ હતી.
આ વખતે વિપક્ષનું સંખ્યા બળ વધ્યું
આ વખતે સંસદ સત્ર અનેક પ્રકારે ખાસ છે. દેશ પહેલીવાર નવી સંસદમાં થઇ રહેલા શપથ ગ્રહણને જોઇ રહ્યો છે. આઝાદી બાદ પહેલીવાર સ્વનિર્મિત સંસદમાં દેશ માટે નીતિઓ નિશ્ચિત થશે. ગત્ત એક દશક બાદ પહેલીવાર એવું છે જ્યારે વિપક્ષી જૂથ પણ સત્તા પક્ષ જેટલું જ મજબુત છે. આ વખતે સત્તાધારી એનડીએ પાસે 293 સાંસદો છે. વિપક્ષી ઇન્ડિ ગઠબંધન પાસે 234 સાંસદ છે. જેથી સરકાર અને વિપક્ષ વચ્ચે માત્ર 59 સાંસદોનું જ અંતર છે. 2014 અને 2019 માં એનડીએની સામે વિપક્ષ ખુબ જ નાનકડું હતું.
શાહના શપથ ગ્રહણ દરમિયાન રાહુલે શું કર્યું?
વાત રાહુલ ગાંધીની કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પોતાનો વારો આવ્યો ત્યારે શપથ લેવા માટે ડાયસ પર પહોંચ્યા હતા. વિપક્ષની પહેલી લાઇનમાં બેઠેલા રાહુલ ગાંધીએ સંવિધાની કોપી તેમને દેખાડવા લાગ્યા હતા. સંવિધાનની કોપી હવામાં લહેરાવવા લાગ્યા હતા. સદનમાં લાગેલા કેમેરાઓમાં આ દ્રશ્ય કહતું. શાહે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ બાદ પદ અને ગુપ્તતાની શપથ ગ્રહણ કરી હતી. તેઓ ગાંધીનગરથી સાંસદ બન્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે કેરળના વાયનાડ અને ઉત્તરપ્રદેશના રાયબરેલી સીટ પરથી સાંસદી જીત્યા હતા. જો કે નિયમાનુસાર તેમને એ સીટ છોડવી પડશે. રાહુલ હવે રાયબરેલીથી સાંસદ છે.
આ પણ વાંચો : Varanasi : Kashi Vishwanath Dham ની આવકમાં ચાર ગણો વધારો, ભક્તોની સંખ્યા 16.22 કરોડ…
આ પણ વાંચો : માનવતા મરી પરવારી..! કૂતરાને સાતમા માળેથી માર્યો ધક્કો, થયું મોત
આ પણ વાંચો : મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવું એ ગૃહની પરંપરા વિરુદ્ધ : કોંગ્રેસ સાંસદ