+

Wildfire : CHILE ના જંગલની ભીષણ આગ રહેણાક વિસ્તાર સુધી પહોંચી,64 ભડથું થયા

Wildfire :મધ્ય અને દક્ષિણ ચિલી (Chile)ના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ (wildfires) ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 64 થઈ ગયો છે જ્યારે 1100થી વધુ મકાનો…

Wildfire :મધ્ય અને દક્ષિણ ચિલી (Chile)ના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ (wildfires) ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 64 થઈ ગયો છે જ્યારે 1100થી વધુ મકાનો રાખ થઈ ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. આગ પર કાબુ મેળવવામાં માટે 19 હેલિકોપ્ટર અને 450થી ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા છે. લગભગ 1 મિલિયનની વસ્તી ધરાવતા મધ્ય ચિલીના વાલ્પેરાઈસો પ્રદેશના ઘણા ભાગોને કાળા ધુમાડાએ ઢાંકી દીધા હતા.

 

હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર : રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક

અધિકારીઓએ જણાવ્યું હતું કે 1,600 ઘરો બળીને ખાખ થયા છે. આ ઉપરાંત હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના પ્રવાસી શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહમંત્રી કેરોલિના તોહા (Carolina Toha)એ કહ્યું કે વાલપરાઈસોમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે દેશ 2010ના ભૂકંપ પછીની સૌથી ખરાબ આફતનો સામનો કરી રહ્યો છે. વાલપરાઈસો વિસ્તારમાં ત્રણ આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે (Gabriel Boric) કહ્યું કે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.

 

 

ભયાનક આગને કારણે ચિલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી

ચિલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ નવી વાત નથી, પરંતુ આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થાય છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે અને આ જ કારણ છે કે સંકટ વધારે વધી ગયું છે. આગ મુખ્યત્વે દરિયાકાંઠે આવેલા વાલપરાઈસો પ્રવાસી વિસ્તારની આસપાસ ફાટી નીકળી હતી, જ્યાં હજારો હેક્ટર જંગલનો નાશ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આગ ફેલાઈ રહી છે, જેના કારણે સંકટ વધી રહ્યું છે. ભયાનક આગને કારણે ચિલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

 

દરિયાકાંઠાના શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ કહ્યું કે વાલપારાઈસોમાં સ્થિતિ સૌથી ગંભીર છે. રસ્તાઓ પર લોકોના મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે. 2010ના ભૂકંપ બાદ ચિલીમાં આ સૌથી મોટી દુર્ઘટના છે. તે સમયે ભૂકંપના કારણે લગભગ 500 લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હાલ આગ 43 હજાર હેક્ટરમાં ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભીષણ આગએ શહેરના પહાડી વિસ્તાર વિલા ઈન્ડિપેન્ડેનિયાને પણ લપેટમાં લીધું છે. સળગી ગયેલી કાર રસ્તા પર પાર્ક થયેલી જોવા મળે છે.

 

92 જંગલોમાં આગ ઝડપથી ફેલાઈ રહી છે

મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં 92 જંગલોમાં આગ છે. સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. જેના કારણે લોકો, ઘરો અને સુવિધાઓને અસર થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ચિલીમાં ઉનાળામાં જંગલમાં આગ લાગવી સામાન્ય બાબત છે. ગયા વર્ષે, અહીં રેકોર્ડ ગરમી દરમિયાન ફાટી નીકળેલી આગમાં 27 લોકોના મોત થયા હતા અને 400,000 હેક્ટરથી વધુ જમીનને અસર થઈ હતી.

 

આ  પણ  વાંચો  – Joe Biden અને એલન મસ્કને ધમકી આપનાર ટેસ્લાના કર્મચારીની ધરપકડ

 

Whatsapp share
facebook twitter