+

United Nations : જર્મની-અમેરિકા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલની ધરપકડ પર કહી આ વાત

United Nations : જર્મની-અમેરિકા બાદ હવે યુનાઈટેડ નેશન્સે (United Nations)પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal)ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના સવાલ પર ટિપ્પણી (Comment)કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ…

United Nations : જર્મની-અમેરિકા બાદ હવે યુનાઈટેડ નેશન્સે (United Nations)પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal)ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના સવાલ પર ટિપ્પણી (Comment)કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તેને આશા છે કે ભારતમાં (India) યોજાનારી લોકસભાની ચૂંટણીમાં દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે. આ પહેલા જર્મની અને અમેરિકાએ પણ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર પ્રતિક્રિયા આપી હતી. જે બાદ ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને જર્મન અને અમેરિકન રાજદ્વારીઓને બોલાવ્યા હતા.

 

યુએનના મહાસચિવ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર  શું  કહ્યું

અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અંગેના પ્રશ્નોના જવાબમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું છે કે અમને આશા છે કે ભારતમાં અન્ય ચૂંટણી હોય તેવા દેશોની જેમ રાજકીય અને નાગરિક અધિકાર સુરક્ષિત રહેશે જેથી તમામ વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે.

ભારતીય ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવવો અયોગ્ય છે

અમેરિકાએ દિલ્હીની દારૂની નીતિમાં કૌભાંડના આરોપમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના બેન્ક ખાતા ફ્રીઝ કરવાના આરોપો પર બે વખત ટિપ્પણી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ પણ સોમવારે કહ્યું હતું કે યુએસ અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ન્યાયી કાયદાકીય પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. અમેરિકાની આ ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતની કાયદાકીય પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે જે ઉદ્દેશ્યપૂર્ણ અને સમયસર નિર્ણયો માટે પ્રતિબદ્ધ છે. ભારતીય ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવવો અયોગ્ય છે.

 

ભારત કાયદાના શાસન સાથે જીવંત અને મજબૂત લોકશાહી છે

ભારતે જર્મનીના વિદેશ મંત્રાલયની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયામાં દખલ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડનારી ગણીએ છીએ. ભારત કાયદાના શાસન સાથે જીવંત અને મજબૂત લોકશાહી છે. જેમ ભારતમાં અને અન્ય લોકતાંત્રિક દેશોમાં કાયદો પોતાનો માર્ગ અપનાવે છે તેમ આ કેસમાં પણ કાયદો તેનો માર્ગ અપનાવશે. આ કિસ્સામાં પક્ષપાતી ધારણાઓ કરવી અયોગ્ય છે.

 

આ  પણ  વાંચો –

આ  પણ  વાંચો –

આ  પણ  વાંચો –

Whatsapp share
facebook twitter