Pakistan : પાકિસ્તાન (Pakistan)માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa Blast) પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં 10 પોલીસકર્મીઓ શાહિદ થાય છે અને છ અન્ય ઘાયલ થયા છે, જેમને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, વિસ્ફોટક સામગ્રી એક શોપિંગ બેગમાં રાખવામાં આવી હતી.
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા મોટી ઘટના
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) ના કરાચી કાર્યાલયની બહાર વિસ્ફોટ થયો હતો. SSPના જણાવ્યા અનુસાર, વિસ્ફોટક સામગ્રી કરાચીના રેડ ઝોન વિસ્તારમાં આવેલી ECP ઓફિસની દિવાલ પાસે એક શોપિંગ બેગમાં રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટક સામગ્રીમાં બોલ બેરિંગ નહોતા, જેમ કે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ તેની કરાચી ઓફિસની બહાર થયેલા વિસ્ફોટ અંગે જિલ્લા સર્વેલન્સ અધિકારી અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) દક્ષિણ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
10 killed, 6 injured in attack on police station in Khyber Pakhtunkhwa's Dera Ismail Khan
Read @ANI Story | https://t.co/6DuYAAl39j#Pakistan #policemen #KhyberPakhtunkhwa #attack pic.twitter.com/NWv9Whw1Ep
— ANI Digital (@ani_digital) February 5, 2024
મળતી માહિતી અનુસાર, કલાત શહેરના મુગલસરાઈ વિસ્તારમાં મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ પાર્ટીના ચૂંટણી કાર્યાલયને નિશાન બનાવ્યું અને બિલ્ડિંગની નજીક ગ્રેનેડ વિસ્ફોટ કર્યો ત્યારે ત્રણ PPP કાર્યકરો ઘાયલ થયા. બલૂચિસ્તાનમાં, પીપીપી કાર્યકરો સહિત છ વ્યક્તિઓ વિવિધ નગરોમાં હેન્ડ ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ચાર પ્રાંતમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે.
પાંચ દિવસ પહેલા પણ થયો હતો વિસ્ફોટ
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 30મી જાન્યુઆરીએ બોંબ વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા હતા. મૃતકમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના ત્રણ કાર્યકર્તાનો પણ હતા. આ વિસ્ફોટ ઈમરાન ખાન (Imran Khan) ને 10 વર્ષની જેલની સજા સંભળાવ્યાના થોડા કલાકો બાદ પાર્ટી દ્વારા આયોજીત એક રેલી દરમિયાન થયો હતો.
આ પણ વાંચો – Maldives : ભારત વિરોધી નીતિ બદલ રાષ્ટ્રપતિનો વિપક્ષ તરફથી ભારે વિરોધ