Good Friday : સેંટ પિટર્સ બેસિલિકમાં ગુડ ફ્રાયડેની (Good Friday )પવિત્ર પાર્થનાની પોપ ફ્રાંસિસે (Pope Francis)અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ સ્વસ્થ જણાતા પોપે રોમની મુખ્ય જેલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વિનમ્રતા અને સેવાના પ્રતીક સ્વરૂપે મહિલા કેદીઓના પગ ધોવાની વિધિ કરી હતી. રોમની જેલમાં 12 મહિલાઓ (women) ઉભા મંચ પર સ્ટૂલ પર બેઠી હતી જેથી પોપ વ્હીલચેર પરથી સરળતાથી વિધિ કરી શકે.
જ્યારે ફ્રાન્સિસે મહિલાઓના પગ ધોયા ત્યારે તેઓ રડી પડયા હતા. પોપે ધીમેથી કેદીઓનાં પગ પર પાણી રેડ્યું અને નાના ટુવાલ વડે તેને સૂકવ્યું. ત્યારબાદ દરેક પગને ચુંબન કરીને વિધિ પૂર્ણ કરી હતી. આ દરમિયાન તેણે મહિલા કેદીઓ સામે જોયું અને આશીર્વાદ આપી જીવનબોધ આપ્યો હતો.
પોપ ફ્રાન્સિસ પ્રાર્થના સભામાં સ્વસ્થ દેખાતા હતા
પોપ ફ્રાન્સિસ તાજેતરમાં શ્વસન સંબંધી બીમારીથી પીડિત હતા. પરંતુ તેઓ સવારની પ્રાર્થના સભામાં સ્વસ્થ દેખાતા હતા અને લોકોને સંબોધતા હતા. પોતાના સંબોધનમાં ફ્રાન્સિસે પાદરીઓને ‘દંભ’થી દૂર રહેવાનું આહ્વાન કર્યું હતું.
પોપએ વિવિધ કાર્યક્રમોમાં કરશે
આ સાથે તેમણે પૂજારીઓને કહ્યું કે તેઓ સામાન્ય લોકોને જે પણ સલાહ આપે છે, તેઓએ તેમના આધ્યાત્મિક જીવનમાં પણ તેનું પાલન કરવું જોઈએ અને બંને વચ્ચે કોઈ તફાવત ન હોવો જોઈએ.પોપનું ગુડ ફ્રાઈડે (29 માર્ચ) થી ઈસ્ટર (31 માર્ચ) સુધીનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ છે. આ સમયગાળા દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો ગુરુવારથી જ શરૂ થાય છે.
આ પણ વાંચો – જાણો World Theatre Day નો સંપૂર્ણ ઇતિહાસ અને ભારતીય રંગમંચની રોચક વાતો
આ પણ વાંચો – NRI Voting Rights : શું NRI લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે છે?, જાણો ભારતનું બંધારણ શું કહે છે…
આ પણ વાંચો – Pakistan: પાકિસ્તાનની હાલત અત્યારે બદથી બત્તર, કેળાના પ્રતિ ડઝનના ભાવ 300 રૂપિયા