+

રાજકોટમાં PM મોદી લખેલા ગરબા પર વર્લ્ડ રેકોર્ડ, 1.21 લાખ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

રાજકોટ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેખિત ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે 1,21,000 ખેલૈયાઓએ એક સાથે ગરબા રમીને નવી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 5 લાખ…

રાજકોટ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેખિત ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે 1,21,000 ખેલૈયાઓએ એક સાથે ગરબા રમીને નવી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર ‘માડી’ ગરબા ગુંજી ઉઠયા હતા અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક સાથે 1 લાખ 21 હજાર જેટલા ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. આ તકે વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ રાજકોટ ખાતે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, વડોદરાના નામે 60 હજાર લોકોનો ગરબા રમવાનો રેકોર્ડ છે. આજે આ રેકોર્ડ રાજકોટમાં તૂટી ગયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો છે.

 

  • વર્લ્ડ બુક ઓફ રેલોર્ડ – લંડન
  • ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ
  • વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા

 

5 લાખ સ્ક્વેર મીટરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 2 લાખ વૉટની સાઉન્ડ સિસ્ટમ પર ‘માડી’ ગરબો ગુંજી ઉઠ્યો હતો. તે સાથે જ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત 1.21 લાખથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. આ તકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ ના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વર્લ્ડ રેકોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.

 

 

આ તકે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, PM મોદી નવરાત્રી દરમિયાન માઁ અંબાની આરાધના કરે છે અને નકોરડા ઉપવાસ રાખે છે. તેમણે માઁ અંબા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતો ભાવભર્યો ગરબો “માડી” રચ્યો હતો. વડાપ્રધાન મોદી ગરબો લખે અને રાજકોટ ચેલેન્જ ઉપાડે, તેટલે આયોજન નિષ્ફળ ના જ જાય. અગાઉ 60 હજાર લોકોનો રેકોર્ડ વડોદરા પાસે હતો.

 

જો કે આજે રાજકોટમાં 1 લાખથી વધુ લોકો આવ્યા છે. શરદ પૂનમની રાત હોય અને રાજકોટવાસીઓ હાજર હોય, ત્યારે નવો રેકોર્ડ સ્થપાઈને રહે જ. ગુજરાત પર માઁ અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી શુભકામના.આ તકે જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ અને તેમની ટીમના જય શ્રી રામ , ભારત કા બચ્ચા જય શ્રી રામ બોલેગા સહિતના ગીતો પર ખેલૈયાઓ ડોલી ઉઠ્યા હતા.

 

રાજકોટ શહેર ભાજપ ,સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ ઈનક્રેડીબલ ગ્રુપ દ્વારા આયોજિત આજના ગરબા મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ રામ મોકરીયા, મોહન કુંડારીયા, વિનોદ ચાવડા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્યો રમેશ ટીલાળા, ડો. દર્શિતા શાહ, ઉદય કાનગડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બ્રિજેશ મેરજા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનરરાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ  પણ  વાંચો –GANDHIDHAM: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન

 

 

 

Whatsapp share
facebook twitter