+

VADODARA : રોજના રૂ. 10 હજાર ખર્ચી પાણીના ટેન્કર મંગાવવા લોકો મજબુર

VADODARA : વડોદરા (VADODARA) માં પાલિકા (VMC) તંત્ર લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ પ્રતિદીન સામે આવી રહ્યા છે. આજે વાઘોડિયા વિસ્તારના 195 મકાનોની સ્કિમ ધરાવતા ફ્લેટના…

VADODARA : વડોદરા (VADODARA) માં પાલિકા (VMC) તંત્ર લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ પ્રતિદીન સામે આવી રહ્યા છે. આજે વાઘોડિયા વિસ્તારના 195 મકાનોની સ્કિમ ધરાવતા ફ્લેટના રહેવાસીઓ પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકના જણાવ્યા અનુસાર, તેઓ પ્રતિદીન રૂ. 10 હજાર ખર્ચીને પાણીની ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે.

લોકો સુધી પાણી પહોંચાડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ

વડોદરાનું ડેવલોપમેન્ટ ગમે તેટલું સ્માર્ટ (SMART CITY VADODARA) રીતે કરવામાં આવે, આજની હકીકત એ છે કે શહેરમાં ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવી રહી છે. લોકો સુધી પાણી પહોંચાડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ વાતનો પુરાવો રોજ સામે આવે છે. આજે વાઘોડિયાના શ્રીજી વંદન ફ્લેટ્સના રહીશો પાલિકાની કચેરીએ આવ્યા હતા. અને સુત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો મધ્યમવર્ગીય પરિવારના છે. તેઓ જણાવે છે કે, છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા વધુ વકરી છે. અને ટેન્કર મંગાવીને રોજબરોજની પાણીની જરૂરીયાત પૂરી પાડવી પડે તેવી સ્થિતી છે.

પરીક્ષા ટાણે પાણી ન હોય તો શું કરવાનું

અગ્રણી વિશાલ જણાવે છે કે, અમે શ્રીજી વંદન ફ્લેટ વાઘોડિયાથી આવ્યા છીએ. સવારે 11 વાગ્સા સુધી ઓફિસમાં કોઇ હાજર નથી. અમે આવ્યા ત્યારે અમને જોતા હતા. ઉપર આવ્યા ત્યારે કોઇ નથી. એક મહિનાથી પાણીની વધુ તકલીફ પડી રહી છે. અમે રોજ પાણીના 5 ટેન્કર મંગાવીએ છીએ. એક ટેન્કરના રૂ. 2 હજાર થાય છે. પ્રતિદીન રૂ. 10 હજાર ટેન્કરના થાય છે. રોજ રૂ. 10 હજાર પોષાય નહિ. પાણી પ્રેશર પુર્વક આપતા નથી. અત્યારે પણ અમારી ટાંકી ખાલી જ છે. સ્કુલની પરીક્ષા ટાણે પાણી ન હોય તો શું કરવાનું.

વેતન પણ એટલું નથી કે પાણીના પૈસા કાઢી શકીએ

સુમિત્રા પટેલ જણાવે છે કે, બે વર્ષથી પાણીની સમસ્યા છે. એક મહિનાથી વધારે સમસ્યા છે. 195 ફ્લેટ્સમાં એક કલાક પાણી આવે છે. પાણીનો સમય વધારો તેવી માંગ છે. છોકરાઓને સવારે સ્કુલ, ઘરના મોભીની નોકરી કેવી રીતે સાચવવું. પાણીનો ફોર્સ વધારો નહિ તો બે ટાઇમ પાણી આપવાનું કરી દો. રોજના પાણીના રૂ. 10 હજાર થાય છે. અમારૂ વેતન પણ એટલું નથી કે પાણીના પૈસા કાઢી શકીએ.

આ પણ વાંચો —VADODARA : “છુપા રોષ ભાજપની સંસ્કૃતિનો ભાગ ન હોઇ શકે” – ડો. હેમાંગ જોષી

Whatsapp share
facebook twitter