VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA – VMC) દ્વારા રીયુઝ્ટ પાણી વેચીને કરોડોની કમાણી થાય તેવો વોટર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગર પાલિકા અને ઇન્ડિન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આગામી 15 વર્ષ માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે.
19 કિમી જેટલી લંબાઇની પાઇપલાઇન
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 માં રીયુઝ્ડ ઓફ ટ્રીટેડ વોટર માટે પોલીસી બહાર પાડવામાં આવી હતી. જેમાં પાલિકા સંચાલિત રાજીવનગર ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાના પ્રોજેક્ટની કામગીરી ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પોલીસી અંતર્ગત 60 એમએલડી ક્ષમતાના આ પ્રોજેક્ટની કામગીરી રૂ. 80 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. જે અંતર્ગત કુલ 19 કિમી જેટલી લંબાઇની પાઇપલાઇન દ્વારા ઇન્ડસ્ટ્રીઝના ડોર સ્ટેપ સુધી ટ્રીટેડ વેસ્ટ વોટર આપવામાં આવી રહ્યું છે.
વિશેષ હાજર રહ્યા
પાણીના રીયુઝ અંગેના આ પ્રોજેક્ટને કારણે નદીમાં વહી જતા ટ્રીટેડ વોટરને ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લઇ શકાશે. જેની સામે ચોખ્ખા પાણીના વપરાશમાં બચત થશે. અને પર્યાવરણને ફાયદો થશે. આ એગ્રીમેન્ટ બાદ પાલિકાને પ્રતિવર્ષ રૂ. 7 – 20 કરોડ જેટલી રેવન્યુ મળશે તેવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. આજરોજ વડોદરાના મેયર પિન્કીબેન સોની સહિતના પદાધિકારીઓ તથા આઇઓસીએલના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર રાહુલ પ્રશાંત તથા ચીફ જનરલ મેનેજર સહિતના અગ્રણીઓ એગ્રીમેન્ટ કરવા સમયે વિશેષ હાજર રહ્યા હતા. આમ, વડોદરાએ ટ્રીટેડ રીયુઝ વોટર વેચી પૈસા કમાવવા અંગેની દિશામાં નવો રાહ ચિંધ્યો છે.
આ પણ વાંચો — VADODARA : ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ