વડોદરામાં (Vadodara) ‘હરણી હત્યાકાંડ’ ના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે આ મામલે વડોદરા બાર એસોસિએશને (Vadodara Bar Association) મોટો નિર્ણય લીધો છે. એસોસિએશને આ ઘટનાના કોઈ પણ આરોપીના કેસ નહીં લડવા નિર્ણય કર્યો છે. સાથે તમામ આરોપીઓને જલદી અને કડક સજા થયા તેવી માગ કરી છે.
વડોદરામાં (Vadodara) હરણી તળાવની (Harani Lake) હૈયું હચમચાવનારી ઘટનાને લઈ વડોદરા બાર એસોસિએશનને પણ પોતાનો ઊગ્ર વિરોધ દાખવ્યો છે. સાથે જ માસૂમોના મોત માટે જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા અને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા માગ કરી છે. માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) વકીલ એસોસિએશને માગ કરી છે કે આ કેસમાં બેદરકારીભર્યાં વલણ સામે હાઈકોર્ટ સુઓમોટો દાખલ કરે. સાથે જ એસો. એ કહ્યું કે, તમામ વકીલો આરોપીને સજા થાય તે માટે પૂરતા પ્રયાસ કરશે. માહિતી મુજબ, વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી (Brijesh Trivedi) દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરી છે. કોર્ટે પણ ન્યૂઝ પેપરના અહેવાલ સહિતના ડોક્યૂમેન્ટ્સ માંગ્યા છે.
Vadodara Harni Lake Accident: હરણી હત્યાકાંડને લઈ વડોદરા બાર એસોસિએશનનો નિર્ણય @Vadcitypolice @VMCVadodara #Vadodara #boatcapsized #BoatAccident #HarniMotnathlake #BreakingNews #GujaratFirst pic.twitter.com/Nlj6gfgMlT
— Gujarat First (@GujaratFirst) January 19, 2024
બાર એસો. એ લીધો આ નિર્ણય
વડોદરા (Vadodara) બાર એસોસિએશને કહ્યું કે, તંત્રની ઘોર બેદરકારીના કારણે હવે માતા-પિતાએ બાળકોને પિકનિક મોકલતા પહેલા વિચાર કરવો પડશે. આવી ઘટનાઓ માટે કોણ જવાબદાર એ સમજાતું નથી. જેમની સામે FIR નોંધાઈ છે. તેમને સજા થવી જોઈએ. બાર એસો.એ કહ્યું કે, તેમની નિષ્કાળજીના કારણે આ નિર્દોષ અને માસૂમ બાળકોના જીવ ગયા છે. આ સાથે બારે કહ્યું કે, આ કેસમાં જવાબદાર કોઈ પણ આરોપીનો કેસ વકીલ એસો. નહીં લડે. વકીલો તમામ આરોપીઓને સજા થાય તે માટે પ્રયાસ કરશે.
12 માસૂમો અને 2 શિક્ષિકાના બોટ પલટી જતા
જણાવી દઈએ કે, ગઈકાલે વડોદરામાં એક ગોઝારી ઘટના બની હતી, જેમાં સ્કૂલ પ્રવાસ દરમિયાન હરણી તળાવે બોટિંગ કરવા આવેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના (New Sunrise School) બાળકો પૈકી 12 માસૂમો અને 2 શિક્ષિકાના બોટ પલટી જતા મોત નીપજ્યું હતું. આરોપ છે કે બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી બોટનું સંતુલન ખોરવાયું હતું અને બોટ પલટી મારી જતા તેમાં સવાર તમામ લોકોનો પાણીમાં ગરકાવ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા પોલીસની 9 ટીમ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, FIR ને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊઠી રહ્યા છે.
આ પણ વાંચો – Vadodara : મોતના મુખમાંથી 13 વર્ષીય સુફિયાનો આબાદ બચાવ, Gujarat First ને જણાવી ગોઝારી ઘટનાની સમગ્ર હકીકત