+

VADODARA : ચોરીનો સામાન વેચના નિકળેલી સવારી પોલીસ સ્ટેશન પહોંચી

VADODARA : વડોદરાના અકોટા પોલીસ સ્ટેશન (AKOTA POLICE STATION) વિસ્તારમાં ઘરમાંથી થયેલી ચોરીનો સામાન વેચવા માટે નિકળેલી સાયકલ સવારીને પકડી પાડવામાં આવી છે. સીસીટીવીમાં દેખાઇ આવતા શખ્સોથી મળતા આવતા બે…

VADODARA : વડોદરાના અકોટા પોલીસ સ્ટેશન (AKOTA POLICE STATION) વિસ્તારમાં ઘરમાંથી થયેલી ચોરીનો સામાન વેચવા માટે નિકળેલી સાયકલ સવારીને પકડી પાડવામાં આવી છે. સીસીટીવીમાં દેખાઇ આવતા શખ્સોથી મળતા આવતા બે ઇસમો બ્રિજ નીચે ચોરીનો સામાન વેચાય તે પહેલા જ પોલીસ જવાનોએ બાતમીના આધારે બે ચોરોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પોલીસને એલ્યુમિનિયમના વાસણ, એસી, રોકડા મળી કુલ. રૂ. 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

તાજેતરમાં અકોટા પોલીસ મથકમાં ઘરનો મુખ્ય દરવાજો તોડીને પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં તિજરીનું લોક તોડી તેમાંથી રોકડા રૂ. 4 હજાર, રસોડામાં રાખેલા વાસણો, અને એસીની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ અકોટા પોલીસના જવાનો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જવાનોને બાતમી મળી કે, ચોરીની સીસીટીવી ફૂટેજથી મળકા આવકા બે શખ્સો ચોરીનો મુદ્દામાલ પેડલ રીક્ષામાં લઇને વેચવાની ફીરાકમાં ફરી રહ્યા છે. અને હાલ તેઓ જેતલપુર બ્રિજ નીચે ઉભા છે.

કડકાઇ પુર્વક પુછપરછ કરવામાં આવી

પોલીસ જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બે ઇસમો કોહીનુર મહેશભાઇ દેવીપુજક (ઉં. 22) (ધંધો. મજૂરી) (રહે. જોગણીમાતાના મંદિર પાસે, ઝુપડપટ્ટીમાં, બાપોદ) અને કિશનભાઇ ચંદુભાઇ દેવીપુજક (ઉં. 34) (રહે. સવાદ ક્વાટર્સ, આઝાદ ચોક, વારસીયા રીંગ રોડ) ની મુદ્દામાલને લઇને પુછપરછ હાથ ધરી હતી. જેમાં મુદ્દામાલ અંગે તેઓ કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતા કડકાઇ પુર્વક પુછપરછ કરવામાં આવી હતી. જેમાં બંનેએ અકોટા વિસ્તારના બંધ મકાનમાં ચોલી હોવાની કબુલાત આપી હતી. બંને આરોપીઓની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ઉપરોક્ત કાર્યવાહીમાં એલ્યુમિનિયમના વાસણો કિં. રૂ. 3 હજાર, એસી કિં. રૂ. 7 હજાર, રોકડા રૂ. 4 હજાર અને પેડલ સાયકલ કિં. રૂ. 1 હજાર મળીને કુલ રૂ. 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અને બે આરોપીઓની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો —VADODARA : છાણી-નવાયાર્ડમાં તીવ્ર હવા પ્રદૂષણથી રહીશો પરેશાન

Whatsapp share
facebook twitter