+

VADODARA : ખાનગી લક્ઝરી બસ આગમાં સ્વાહા, 20 મુસાફરોનો બચાવ

VADODARA : વડોદરા (VADODARA) નજીક હાઇવે (NATIONAL HIGHWAY) પરથી પસાર થતી ખાનગી લક્ઝરી બસ (LUXURY BUS) માં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લક્ઝરી બસ આખી આગમાં સ્વાહા…

VADODARA : વડોદરા (VADODARA) નજીક હાઇવે (NATIONAL HIGHWAY) પરથી પસાર થતી ખાનગી લક્ઝરી બસ (LUXURY BUS) માં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લક્ઝરી બસ આખી આગમાં સ્વાહા થઇ ગઇ છે. જ્યારે લક્ઝરી બસમાં મુસાફરી કરતા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડ્રાઇવરની સતર્કતાના કારણે તમામના જીવ બચ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં બસની અંદરના ભાગે મોટું નુકશાન થયું હોવાનો અંદાજ છે.

બસ ચાલકના ધ્યાને વાત આવી

વડોદરા પાસેથી નેશનલ હાઇવે નં-48 (NATIONAL HIGHWAY – 48) પસાર થાય છે. આ હાઇવે પરથી આજે સવારે પુનાથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસ પસાર થઇ રહી હતી. આ બસમાં 20 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેવામાં લક્ઝરી બસ લાકોદરા પાટીયા પાસે પહોંચતા જ જેમાં આગ લાગી હોવાનું ધ્યાને આવ્યું હતું. બસ ચાલકના ધ્યાને આગ  આવતા જ તેણે તમામને સાવચેતી પૂર્વક ઉતારી દીધા હતા. અને પોતે પણ ઉતરી ગયો હતો.

મુસાફરો ઉતરી ગયા હોવાથી જાનહાની ટળી

જોત જોતામાં લક્ઝરી બસ આખી અંદરથી આગમાં હોમાઇ ગઇ હતી. આગની જ્વાળાઓના કારણે પસાર થતા લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો. જો કે, તમામ મુસાફરો ઉતરી ગયા હોવાથી જાનહાની ટાળી શકાઇ હતી. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બંનેએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરના લાશ્કરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તો પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમ કરવાની સાથે ફાયરની કામગીરીમાં કોઇ વિક્ષેપ ન પડે તેના પર નજર રાખવામાં આવી હતી.

ઇન્ટીરીયર સહિતનો ભાગ બળીને ખાખ

ઉપરોક્ત આગની ઘટના પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. શોર્ટ સર્કિટથી લાગેલી આગે એક તબક્કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ બસને રોડ સાઇડમાં કરી દેવામાં આવી હતી. આમ કરવાથી આગની ઘટના બાદ ટ્રાફિક જામને ટાળી શકાયું હતું. જેમાં લક્ઝરી બસના અંદરનો ઇન્ટીરીયર સહિતનો ભાગ બળીને ખાખ થઇ જવા પામ્યો છે. જો કે, આટલી મોટી આગની ઘટનામાં કોઇ પણ જાનહાની ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. સાથે જ તમામ મુસાફરો દ્વારા લક્ઝરી બસ ચાલકની સતર્કતાને બિરાદાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો —VADODARA : પાલિકાની ટીમે ઢોર પકડતા મળી ધમકી, કહ્યું “જીવતા જવા દઇશું નહિ”

Whatsapp share
facebook twitter