+

VADODARA : ભગવાન શ્રીકૃષ્ણને યુકેના પ્રતિષ્ઠિત જર્નલના કવર પેજ પર મળ્યું સ્થાન, MSU ના પ્રોફેસરની સિદ્ધીનો વાગ્યો ડંકો

VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા પતંગિયાના આકારના સિન્થેટીક મોલેક્યુલ્સ ડેવલોપ કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધી દર્શાવતા રિસર્ચ પેપરને યુકેના પ્રતિષ્ઠિત પબ્લિકેશન ઓર્ગેનિક એન્ડ બાયોમોલેક્યુલર કેમેન્ટ્રી જર્નલના…

VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા પતંગિયાના આકારના સિન્થેટીક મોલેક્યુલ્સ ડેવલોપ કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધી દર્શાવતા રિસર્ચ પેપરને યુકેના પ્રતિષ્ઠિત પબ્લિકેશન ઓર્ગેનિક એન્ડ બાયોમોલેક્યુલર કેમેન્ટ્રી જર્નલના કવર પેજમાં સ્થાન મળ્યું છે. ઉત્સાહમાં વધારો કરતી વાત એ છે કે, આ સિન્થેટીક મોલેક્યુલ્સના ઇમેજ સાથે ભગવાન શ્રીકૃષ્ણના ચિત્રને કવરપેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રઓ સૌના મન મોહી લીધા છે.

પ્રોફેસરની મહેનતના કારણે વિશ્વમાં ડંકો વાગ્યો

વડોદરાની મહારાજા યુનિવર્સિટી વૈશ્વિક ઓળખ ધરાવે છે. અહિંયા વિવિધ વિભાગોમાં ભણેલા વિદ્યાર્થીઓ આજે વિશ્વવના મહત્વના સ્થાને નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વખત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસરની મહેનતના કારણે વિશ્વમાં ડંકો વાગ્યો છે.

સિન્થેટીક મોલેક્યૂલ્સની શોધ કરવામાં આવી

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનીયરીંગમાં ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાય્ડ કેમેસ્ટ્રી આવેલું છે. તેમના દ્વારા એક પતંગિયા જેવા આકારના સિન્થેટીક મોલેક્યૂલ્સની શોધ કરવામાં આવી છે. આ સિદ્ધીને રજૂ કરતા રિસર્ચ પેપરને યુકેના પ્રતિષ્ઠિત જર્નલમાં સ્થાન મળ્યું છે.

કવર પેજ પર સચિત્ર મુકવામાં આવ્યું

રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીનું ઓર્ગેનિક એન્ડ બાયોમોલેક્યુલર જર્નલ વિશ્વ પ્રસિદ્ધ છે. અને ખાસ કરીને ખરા અર્થમાં થયેલા ઓર્ગેનિક કેમેસ્ટ્રીના રિસર્ચને પ્રસિદ્ધ કરવા માટે માનીતું છે. તેમના દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદિપ દેવતા દ્વારા થયેલા પતંગિતા જેવા આકારના સિન્થેટીક મોલેક્યુલ્સનું શોધ પેપર કવર પેજ પર સચિત્ર મુકવામાં આવ્યું છે. અને તેમની શોધની વિશેષ સરાહના કરવાનો પ્રયાસ કર્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણ લીલા વનમાં બેઠા છે

કવર પેજ પર પતંગિયાના જીવન ચક્રને સચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. તેના ઇંડા, લારવા, પુપપા અને પુખ્ય વયનું પતંગિયુ એમ ચાર તબક્કા વર્ણવવામાં આવ્યા છે. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણને પણ કવર પેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ લીલા વનમાં બેઠા છે. અને તેમના હાથમાં વાંસળી છે. સાથે જ આસપાસમાં પતંગિતા ઉડી રહ્યા છે, તેમ દર્શાવાયું છે.

ઓક્ટોબર 2023ના અંકમાં પ્રસિદ્ધ

ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રિસર્ચ પર આ પ્રકારે નામના મેળવવાનો આ સંભવિત પ્રથમ કિસ્સો હોઇ શકે છે. ઉપરોક્ત માહિતી ઓક્ટોબર 2023ના ઇશ્યુ કરવામાં આવેલા અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો —VADODARA : “ખોટા વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ન બની જવાય” સામાજીક આગેવાનના પ્રહાર

Whatsapp share
facebook twitter