+

Valsad રેલવે સ્ટેશન પર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, સદનસીબે કોઈ જાનહાનિ નહી

Valsad news : હજી સુરતમાં રેલવે ટ્રેન પાટા પરથી ઉથલાવી પાડવાની ઘટના સામે આવી હતી. જે વચ્ચે હવે વલસાડ (Valsad) માં ટ્રેનનું એન્જીન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી…

Valsad news : હજી સુરતમાં રેલવે ટ્રેન પાટા પરથી ઉથલાવી પાડવાની ઘટના સામે આવી હતી. જે વચ્ચે હવે વલસાડ (Valsad) માં ટ્રેનનું એન્જીન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી રહી છે. જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનની માહિતી આવી રહી નથી.

 

 

આ અંગેની માહિતી અનુસાર, વલસાડ ( Valsad) રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. જેમાં સર્વિસ સ્ટેશન પર જઈ રહેલું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે. આ ઘટના લૂપ લાઈન પર ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

engine derailment,

engine derailment,

ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દોડતું થયું હતું. તેમજ એક્સિડન્ટ રીલીફ ટ્રેન ની મદદ થી એન્જિનને પાટા પર ચડાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ વલસાડ રેલવે સ્ટેશન પર દોડધામ જોવા મળ્યો છે. તેમજ કોઈ પણ ટ્રેનની અવરજવરને અસર ન થાય તેની કાળજી રાખવામાં આવી છે.

 

આ પણ વાંચો – Global Trade Show: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરાયું આયોજન

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter