અમદાવાદની સાબરમતી નદીમાં (Sabarmati River) જળકુંભીનું સામ્રાજ્ય કોર્પોરેશન (AMC) માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. સાબરમતી નદીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ, તેમ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતા નદીમાં ઠેર ઠેર જળકુંભીનું (Water Lily) સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે, હવે તો એવી સ્થિતિ સર્જાઈ છે કે સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ જતાં ફ્લોટિંગ રેસ્ટોરાં (Floating Restaurants) બંધ કરવાની ફરજ પડી છે.
ફ્લોટિંગ રેસ્ટોરાંને જળકુંભીનો ગ્રહણ લાગ્યો!
જણાવી દઈએ કે, શહેરીજનો સાબરમતી નદી પર રેસ્ટોરાંની મજા માણી શકે તે માટે ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે. પરંતુ, આ ફ્લોટિંગ રેસ્ટોરાંને જાણે જળકુંભીનો (Water Lily) ગ્રહણ લાગ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. માહિતી મુજબ, સાબરમતી નદીમાં ઠેર ઠેર જળકુંભી વનસ્પતિ પથરાઈ જતા ફ્લોટિંગ રેસ્ટોરાંની સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. નદીમાં પાણીનું લેવલ ઘટતા તેમ જ જળકુંભીનાં સામ્રાજ્યના કારણ ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ પૂરતું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે, થોડા દિવસ માટે શહેરીજનો ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.
નદીની સફાઈમાં કરોડોનો ખર્ચ, છતાં પરિણામ નબળું
ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીની (Sabarmati River) સફાઈ માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ (Sabarmati Riverfront Development Limited) દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ઊભું થયું છે. ત્યારે હવે નદીની સંપૂર્ણ સફાઈ અને જળકુંભીની દૂર કર્યા બાદ ફ્લોટિંગ રેસ્ટોરાં (Floating Restaurants) શરૂ કરવામાં આવશે. જણાવી દઇએ કે, સાબરમતી નદી પર ફ્લોટિંગ રેસ્ટોરાંનું સંચાલન અક્ષર રિવરક્રૂઝ (Akshar River Cruises) દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો – Vadilal Group : 3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રૂપનાં વિભાજનને આખરે મંજૂરી
આ પણ વાંચો – Ganesh Gondal ને હવે જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટે જામીનની સુનાવણી ટાળી
આ પણ વાંચો – GMERS College Fees : ફી ઘટાડાના નિર્ણય સામે વાલી મંડળમાં અસંતોષ! કહ્યું- સરકારનો નિર્ણય લોલીપોપ સમાન…