+

TARABH VALINATH TEMPLE : જાણો વાળીનાથ મહાદેવ મંદિરની શું છે વિશેષતાઓ

Tarabh Valinath Temple : તરભ વાળીનાથ મહાદેવ (Valinath Temple)આ પાવનકારી સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે…

Tarabh Valinath Temple : તરભ વાળીનાથ મહાદેવ (Valinath Temple)આ પાવનકારી સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા રહેલી છે. આ સ્થાનક ને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક સાથે તમામ વર્ગ અને સમાજના લોકો નું અસ્થાનું કેન્દ્ર રહેલું છે. આ પવિત્ર સ્થાનકના 13 માં મહંત બળદેવગીરી બાપુ ને રબારી સમાજે ” ભા ‘ નું ઉપનામ આપ્યું હતું એક સૂત્ર ” ભા એજ ભગવાન”

જાણો શું છે અખંડ ધુણી

શિવધામ તીર્થ ભૂમિ શ્રી વાળીનાથ અખાડા , તરભ ખાતે આજથી લગભગ 900 વર્ષ પૂર્વે શ્રી વાળીનાથ જી ની હાલની જગ્યા વાળી તપોભૂમિ પર પૂજ્ય વિરમગિરી બાપુનું આગમન થયેલું. વિરિયામગીરી બાપુએ પહેલા થોડોક સમય કંથારિયા ગામે રોકાણ કરેલું. જ્યાંથી ફરતા ફરતા ઉંઝા આવેલા. ઉંઝા માં કડવા પાટીદારો ને પણ ધર્મ જાગૃતિ સાથે જ્ઞાન અને ભક્તિ તરફ વાળ્યા. ઉંઝા ના પાટીદારો અને રબારીઓ તે સમયે પૂજ્ય વીરમગીરી બાપુને ગુરુદેવ તરીકે માનતા અને પૂજન કરતા. ઉંઝા થી વિરામગીરી બાપુ એ ભક્તરાજ તરભોવનભાઈના આગ્રહથી વાળીનાથની પવિત્ર ધરતી પર પધરામણી કરી. તરભની ધરતી પર વિરમગિરિ બાપુને તે સમયે સ્વપ્નમાં શ્રી વાળીનાથ ભગવાનની મૂર્તિનાં અને ધુણી ના દર્શન થયેલા. બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથ ની મૂર્તિ બહાર કાઢી ધામધૂમ થી પ્રતિષ્ઠા કરી. અને રાયણ ના વૃક્ષ નીચે ચીપિયા વડે ધરતી ખોદીને અખંડ અગ્નિદેવ સમી ધૂણીના દર્શન થયા. જે રાયણ નું 900 વર્ષ જૂનું વૃક્ષ અને ધુણી આજે પણ હયાત છે. જેના દર્શન નો આજે પણ મહિમા છે.

 

ગુજરાતનું સૌથી મોટામાં મોટું સોમનાથ મંદિર બાદ બીજા નંબર નું વાળીનાથ મહાદેવ મંદિર તૈયાર

900 વર્ષ જૂના તરભ ખાતેના વાળીનાથ મહાદેવ મંદિર સ્થાનકે હવે નવું ગુજરાતનું સૌથી મોટામાં મોટું સોમનાથ મંદિર બાદ બીજા નંબર નું વાળીનાથ મહાદેવ મંદિર તૈયાર કરાયું છે. અહી આકાર પામેલ અદ્ભુત નયનરમ્ય બેનમૂન અજોડ અલૌકિક નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર અતિ ભવ્ય પાવન કલ્યાણકારી મહા શિવલિંગની ઐતિહાસિક શિવધામ શ્રી વાળીનાથ મહાદેવની વિશેષતાઓ શું છે

 

આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે જેના મુખ્ય ગર્ભ ગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ જમણી બાજુએ બીજા ગર્ભ ગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભ ગૃહમાં કુળદેવી પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામવાની છે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યાથી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટ ભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંત થી નિર્માણ પામ્યું છે મંદિરમાં 68 ધર્મ સ્થંભો ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલ પથ્થર નું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે. ઐતિહાસિક નુતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પ કલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

 

 

મહાયજ્ઞ માટે યજ્ઞશાળા તૈયાર કરાયું

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર અતિ રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આ યજ્ઞશાળામાં અતિ રુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. યોગ્ય શાળા વિશે વાત કરીએ તો યોગ્ય શાળાની સન્મુખ અઢી લાખ રુદ્રાક્ષ થી શિવલિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. યોગ્ય શાળા બનાવવામાં 14000 વાંસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી છે. યજ્ઞશાળા બનાવવામાં સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. યોગ્ય શાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે.

 

આ  પણ  વાંચો –TARABH VALINATH TEMPLE : આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags : ,TARABH,VALINATH TEMPLE,WALINATH MAHADEV TEMPLE,Tarabh Valinath,Temple,Valinath,Mahadev,India
Whatsapp share
facebook twitter