+

SURAT : હત્યા કેસમાં PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો! વાંચો અહેવાલ

સુરતનાં (SURAT) વરાછાં વિસ્તારના PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો હતો. હત્યાના કેસમાં મુદ્દામાલ રજૂ ન કરતા વિવાદમાં આવેલા પીઆઈ અલ્પેશ ગાબાણી (PI Alpesh Gabani) પોતાનું જ વોરંટ લઇને…

સુરતનાં (SURAT) વરાછાં વિસ્તારના PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો હતો. હત્યાના કેસમાં મુદ્દામાલ રજૂ ન કરતા વિવાદમાં આવેલા પીઆઈ અલ્પેશ ગાબાણી (PI Alpesh Gabani) પોતાનું જ વોરંટ લઇને કોર્ટમાં હાજર થયા હતા. આથી, કોર્ટમાં જજ PI ગાબાણી પર જબરદસ્ત ક્રોધિત થયા હતા અને રૂ. 2500 નો દંડ ફટકારી છોડ્યા હતા.

પોતાનું વોરંટ લઈને જાતે જ હાજર થતા જજ ગુસ્સે થયાં

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં (SURAT) વરાછા વિસ્તારનાં (Varachha) PI અલ્પેશ ગાબાણી વર્ષ 2019 થી ચાલતા હત્યાનાં કેસમાં મુદ્દામાલ રજૂ ન કરતા વિવાદમાં સપડાયાં હતા. જો કે, પીઆઈ અલ્પેશ ગાબાણીને કોર્ટમાં (SURAT Court) રજૂ થવા માટે અગાઉ અનેક વખત વોરંટ આપવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ હાજર થતા નહોતા. દરમિયાન, પોતાનું જ વોરંટ લઇને PI ગાબાણી કોર્ટમાં હાજર થયા હતા, જેથી ન્યાયાધીશ તેમના પર ખૂબ જ ક્રોધિત થયા હતા. અન્ય પોલીસ દ્વારા વોરંટ સાથે PI એ કોર્ટમાં હાજર થવાનું હતું. પરંતુ, તેઓ પોતાનું વોરંટ લઈને જાતે જ હાજર થયા હતા.

PI ને રૂ. 2500 દંડ ફટકારવામાં આવ્યો

કોર્ટમાં જજ દ્વારા વરાછા PI અલ્પેશ ગાબાણીનો બરોબરનો ઉધડો લેવાયો હતો. આ પ્રકારનાં વ્યવહારનાં કારણે કોર્ટ દ્વારા PI ને રૂ. 2500 દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા PI પાસે 2500 રૂપિયાનો દંડ ભરાવવામાં આવ્યો હતો. આ સાથે વોરંટ માટે રજૂ કરાયેલા PSI પાસે પણ કોર્ટે રૂ. 2 હજારનો દંડ વસૂલ્યો હતો.

 

આ પણ વાંચો – Jain Samaj : ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી! સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

આ પણ વાંચો – SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી

આ પણ વાંચો – Panchmahal : તળાવમાં ન્હાવા ગયેલા બે યુવક ડૂબ્યાં, શનિયાળામાં કાકીએ પૂર્વ પ્રેમી સાથે મળી ભત્રીજાની હત્યા કરી

Whatsapp share
facebook twitter