સુરતમાં (Surat) જર્જરિત ઇમારતો પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ઉધનામાં (Udhana) ઝૈનબ મંઝિલના 10 ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે. સાથે પાણી અને ડ્રેનેજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. આ સાથે રાંદેર (Rander), લીંબાયત (Limbayat) સહિતના વિવિધ વિસ્તારઓમાં આવેલ જર્જરિત બિલ્ડિંગોમાં રહેતા લોકોને નોટિસ ફટકારી પાણી-ડ્રેનેજના કનેક્શન કાપવામાં આવ્યા છે.
જર્જરિત મકાનને લઈ અનેક વખત નોટિસ છતાં ખાલી ન કરતા કાર્યવાહી
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં જર્જરિત મકાનોમાં જીવના જોખમે રહેતા લોકોને ઘર ખાલી કરવા મનપાએ (SMC) અનેક વખત નોટિસ ફટકારી છે. પરંતુ તેમ છતાં લોકો મકાન ખાલી ન કરતા હવે મનપાએ કડક વલણ અપનાવ્યું છે. માહિતી મુજબ, ઉધનામાં ઝૈનબ મંઝિલના (Zainab Manzil,) 10 જર્જરિત ફ્લેટ સીલ કરાયાં છે. સાથે પાણી અને ડ્રેનેજ કનેક્શન (Water-Drainage Connections) પણ કાપવામાં આવ્યા છે. ઉપરાંત, દીનદયાળ એપાર્ટમેન્ટનો એક ફ્લેટ પણ સીલ કરવામાં આવ્યો છે. વર્ષ 2022 થી મિલકત ખાલી કરવા અને બિલ્ડિંગને રિપેર કરાવવા માટે નોટિસ પાઠવી હતી. નોટિસની અવગણના થતાં હવે આવી મિલકતો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરાઇ છે.
239 મિલકતો હજુ ભયજનક સ્થિતિમાં છે : મનપા
સુરતના (Surat) રાંદેર (Rander) ઝોનમાં આવેલા સ્વામિનારાયણ કોમ્પ્લેક્સ સામે પણ કાર્યવાહી કરાઈ છે. પાલિકાએ જર્જરિત કોમ્પ્લેક્સના પાણી-ડ્રેનેજ કનેક્શન કાપી નાંખ્યા છે. પાલિકાએ 803 બિસ્માર, 78 મિલકતનું રિપેરિંગ અને 486 મિલકત ઉતારી પાડી છે. મનપાના અધિકારીએ જણાવ્યું કે, 239 મિલકતો હજુ ભયજનક સ્થિતિમાં છે. માહિતી છે કે, ડૉ. સૌરભ પારધીએ (Dr. Saurabh Pardhi,) ગતરોજ પાલિકા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જર્જરિત બિલ્ડિંગો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ સાથે નોટિસ આપી હોય તેનો કડકપણે અમલ કરવા સૂચના પણ આપી હતી. વરસાદ સહિત પાણી ભરાવાની સ્થિતિ અંગે ચર્ચા પણ થઈ હતી.
આ પણ વાંચો – Rajkot : આજે ખાણી-પીણી સાથે સંકળાયેલા વેપારીઓ બંધ પાળશે, ઉગ્ર વિરોધ સાથે રોષ
આ પણ વાંચો – Rajkot Gamezone Fire : ACB સમક્ષ સાગઠિયાની GameZone ને લઈ ચોંકાવનારી કબૂલાત!
આ પણ વાંચો – Vadodara : હરણી લેક દુર્ઘટના મામલે વિપક્ષી નેતાના સરકાર પર આકરા પ્રહાર, VMC ની મોટી કાર્યવાહી