+

Surat news મરાઠી ભાવ બની મહારાષ્ટ્રમાં માર્યો છાપો, સુરત પોલીસની કામગીરી

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં થયેલ હત્યાની કોશિશમાં પોલીસે તપાસ કરી ફિલ્મી ઢબે વેશ પલટો કરીને આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે. આરોપીએ મહિલા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જો કે…

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં થયેલ હત્યાની કોશિશમાં પોલીસે તપાસ કરી ફિલ્મી ઢબે વેશ પલટો કરીને આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે. આરોપીએ મહિલા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જો કે મહિલાએ ના પાડતા વિધવા તેમજ તેના પુત્રને ટેમ્પા નીચે કચડી મારવાની કોશિશ કરી ફરાર થઈ ગયો હતો.

 

બળાત્કાર કરવાની ધમકી પણ આપી

મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલાને તેની જ સોસાયટીમાં રહેતા લગ્નની ફરજ પાડતા રાજેશને મહિલાએ ના પાડતા બદલાની ભાવના રાખતો હતી. બાદમાં 7 એપ્રિલના રોજ રાજેશએ મહિલાને સોસાયટીના ગેટ બહાર રોકી હતી. રાજેશે મહિલાને ગાળો ભાંડી ઉઠાવી લઈ બળાત્કાર કરવાની ધમકી પણ આપી હતી. બાદમાં મહિલા તેના પુત્ર સાથે બાહર જઈ રહી હતી ત્યારે મહિલા ભાડાની રિક્ષા કરાવે તે પહેલાં જ આરોપીએ ટેમ્પા વડે ટક્કર મારી હતી, એટલુજ નહિ પણ ફરી ટેમ્પો લઈ કચડી મારવાની કોશિશ કરી હતી. જેમાં મહિલા અને પુત્રને ઇજા થઇ હતી અને આરોપી ટેમ્પો લઈને ફરાર થઈ ગયો હતો.

મહારાષ્ટ્રનો સ્થાનિક પોશાક મરાઠી વેશ ધારણ કર્યો

એસીપી આર પી ઝાલાના જણાવ્યા અનુસાર ઘટનાની ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીસે એક ટીમ બનાવી મહારાષ્ટ્ર સુધી આરોપીના પગેરું શોધી કાઢ્યા હતા. બાદમાં પોલીસે સતર્કતા વાપરી આરોપી ત્યાંથી પણ ફરાર ના થઈ જાય તે હેતુ વેશ પલટો કર્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના સ્થાનિક પોશાક મરાઠી વેશ ધારણ કરીને આરોપીને ડબોચી લીધો હતો. હાલ તો પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat news તબીબોની બેદરકારીના પગલે બ્રેન હેમરેજના દર્દીનો જીવ ગયો

આ પણ વાંચો: Surat cp નવનિયુક્ત પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી એક જ દિવસમાં 17 ગુનેગારોને પાસા

આ પણ વાંચો: Surat news લોહીવાળા કપડા-મોટર સાયકલ ધોઈ નિરાંતે સુઈ ગયો હત્યારો નાનો ભાઈ

Whatsapp share
facebook twitter