+

Surat news: સુરતના એક્વામેજિકા વોટર પાર્કમાં લાગ્યા પેલેસ્ટાઈનના નારા

સુરત: વિશ્વમાં અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા સુરતમાં પડી રહ્યા છે. જેમાં હવે હુમલા થવાની પણ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કેટલાક ટીખળખોરોએ પેલેસ્ટાઇનના સમર્થનમાં નારા લગાવી બાદમાં…

સુરત: વિશ્વમાં અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા સુરતમાં પડી રહ્યા છે. જેમાં હવે હુમલા થવાની પણ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કેટલાક ટીખળખોરોએ પેલેસ્ટાઇનના સમર્થનમાં નારા લગાવી બાદમાં સિક્યુરિટી ગાર્ડએ રોકવા જતા તેના પર જીવલેણ હુમલો કરી ઇજા પણ પહોંચાડી હતી.

પેલેસ્ટાઈન દેશના સિમ્બોલ વાળું ટીશર્ટ

સુરતના એક્વામેજિકા વોટર પાર્કની ઘટના આ ઘટના છે. જ્યાં આજે વોટર પાર્કમાં ન્હાતી વખતે ટીખળખોરે ટીખળ કરી હતી. પ્રતિબંધિત વિસ્તારમાં જઈ પેલેસ્ટાઈન દેશના સિમ્બોલ વાળું ટીશર્ટ ઊંચું કરી સમર્થન આપવાના નારા લગાવ્યા હતા. ત્યારે ઉવે અન્ય દેશમાં ચાલી રહેલા યુદ્ધને સુરતમાં સમર્થન આપતા વિવાદ સર્જાયો છે. પેલેસ્ટાઈન દેશને સમર્થન આપતા પોલીસના ધાળે ધાળા ઉતરી ગયા છે.

પોલીસે 15 ટીખળ ખોરને રાઉન્ડઅપ કર્યા

વોટરપાર્ક દ્વારા આવું કરવાના પ્રયાસને રોકવા સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા હતા. જોકે સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવાનો પ્રયત્ન કરતા 15 જેટલા લોકોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. સિક્યુરિટી મેનેજર અને અન્ય સિક્યુરિટી ગાર્ડને માથાના ભાગે પ્લાસ્ટિકની ડોલ મારી ઇજા પહોંચાડી હતી. જેની જાણ પોલીસને કરતા પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવનો પ્રયત્ન કર્યો હતો. હાલ પોલીસે 15 ટીખળખોરોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Whatsapp share
facebook twitter