સુરતઃ ગુજરાતમાંથી પરપ્રાંતિય મજૂરો હવે તેમના ઘરે પાછા ફરવા લાગ્યા છે. સુરતના (Surat news) ઉધના રેલ્વે સ્ટેશન પર પરપ્રાંતિય મજૂરોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, જેઓ તેમના ઘરે જવા માટે ટ્રેનોમાં સીટ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. મુસાફરોની ભારે સંખ્યાને જોતા ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોમવારે પણ ઉધના રેલવે સ્ટેશન પર યુપી-બિહાર જતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. પરપ્રાંતિય મજૂરોની સંખ્યાના પ્રમાણમાં રેલવે તંત્ર ઓછું પડી રહ્યું છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
6 વધારાની ટ્રેનો શરૂ કરવામાં આવી
મળતી માહિતી મુજબ મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને 6 વધારાની ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે રવિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે 6 નવી ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઉનાળાની રજાઓને કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર જતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. બીજું કારણ એ છે કે લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે, જેના કારણે પરપ્રાંતિય મજૂરો તેમના ઘરે પરત ફરી રહ્યા છે.
સી આર પાટીલે રેલવે મંત્રીને જાણ કરી
રવિવારે મુસાફરોની વધુ ભીડને કારણે અનેક લોકોની તબિયત લથડી હતી. જોકે તમામને સમયસર સારવાર આપવામાં આવી હતી. ટ્રેનોની અછતને કારણે હજારો લોકો તેમની ક્ષમતા કરતા વધુ ટ્રેનોમાં ચઢી રહ્યા છે, જેના કારણે તેમની તબિયત બગડી રહી છે. દરમિયાન, રેલવે વિભાગે મુસાફરોને ઉતાવળ ન કરવા વિનંતી કરી છે. ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની અવ્યવસ્થા જોઈને સીઆર પાટીલે રવિવારે ચિંતા વ્યક્ત કરી હતી અને રેલ્વે મંત્રી અશ્વિનીને ફોન પર વાતચીત દ્વારા જાણ કરી હતી.
આ પણ વાંચો: Surat news હોસ્ટેલમાં દારૂની બોટલ મળી આવતા વિદ્યાર્થીનઓને પરીક્ષા બાદ કાઢી મુકાશે
આ પણ વાંચો: Surat c r patil સુરતમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત 5000 લોકોએ કેસરિયા ધારણ કર્યો
આ પણ વાંચો: Surat fake officer: આઇપીએસ, પીએસઆઇ બાદ હવે નકલી મહિલા ડેપ્યુટી કલેકટર