+

Surat : મોટા વરાછામાં AAP કોર્પોરેટરના ઘરમાં આગ લાગતા દીકરાનું મોત

Surat : સુરતના મોટા વરાછા (Mota Varachha) વિસ્તારમાં AAP કોર્પોરેટરના ઘરમાં આગની ઘટના સામે આવી છે. જેમાં જેમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જો કે 6 સભ્યો સહી સલામત…

Surat : સુરતના મોટા વરાછા (Mota Varachha) વિસ્તારમાં AAP કોર્પોરેટરના ઘરમાં આગની ઘટના સામે આવી છે. જેમાં જેમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જો કે 6 સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા હતા. જ્યારે 18  વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે (Fire Team) ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

 

મળતી માહિતી મુજબ મોડી રાત્રે  સુરતના મોટા વરાછા સ્થિત આનંદધારા  સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરે કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આગના કારણે ઘરમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જ્યારે 6 સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા હતા પરંતુ 18 વર્ષીય પુત્ર  ફસાઈ જતા તેનું મોત થયું છે.

આગ અંગેની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગમાં ઘર વખરી સહિતનો સમાન બળી ગયો હતો. જયારે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું મકાન હતું. જેમાં પહેલા માળે આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી. આગમાં ફર્નીચર, ઘર વખરી, એલીવેશન, બારી બારણા સહિતનો સમાન બળી ગયો હતો.

આ  પણ  વાંચો Surat : પિતાએ પત્ની અને બાળકને ઝેર આપ્યું,પછી પોતે પણ ગળે ફાંસો ખાદ્યો

આ પણ વાંચો – Ahmedabad : દાણીલીમડામાં આવેલા એક ફલેટમાં લાગી આગ, 21 દિવસની બાળકીનું મોત

આ પણ  વાંચો Idar District: જાદરના કલર ગોડાઉનમાં આગ લાગતા રૂ. 65 લાખનો માલ બળીને ખાખ

Whatsapp share
facebook twitter