અહેવાલ-રાબિયા સાલેહ સુરત
Surat : સુરત ( Surat)ના મોહમ્મદ મિચલા (Mohammed Michla )એ કોમી એકતા નો સંદેશ આપ્યો છે.એક મુસ્લિમ અગ્રણી એવા મોહમ્મદ મીચલા એ ભગવાનના શ્લોકની પંક્તિઓ તેના અર્થ સાથે જણાવી છે.આ સાથે જ તેઓ એ આખી ભગવત ગીતા (Bhagwat Gita )પોતાની 69 વર્ષ ની ઉમર માં 50 થી વધુ વખત વાંચી તે માર્ગ પર ચાલી તેને પોતાના જીવન માં પણ ઉતર્યા છે.
ઉર્દૂમાં લખેલી રામાયણ અને ગીતા તેમની પાસે છે
સુરત (Surat )ના મુસ્લિમ અગ્રણી (Muslim prominent)એવા નિવૃત્ત આચાર્ય મોહમ્મદ મિચલા (Mohammed Michla) ને બગાવત ગીતા અને રામાયણ નું જ્ઞાન છે.આ સાથે જ ઉર્દૂમાં લખેલી રામાયણ અને ગીતા તેમની પાસે છે.જેનું તેઓ પથન પણ કરે છે. મોહમ્મદ ભાઇ એ રામ મંદિર બનાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.આ અંગે મોહમ્મદ નીચલા એ જણાવ્યું હતું કે ધોરણ છ માં હતા ત્યારે નચિકેતાની પુસ્તક તેમના હાથ માં આવી હતી, પરંતુ તે સંસ્કૃત ભાષા માં હોવાથી તેઓ તેને સમજી શક્યા ન હતા જેથી તેઓ તેમના શિક્ષક પાસે ગયા અને નચિકેતા પુસ્તક અન્ય કોઈ ભાષા માં હોય તો તેમને જોઈએ છે જેવી જીજ્ઞાશા દર્શાવી હતી જે બાદ શિક્ષકે તેમને ઉર્દૂ માં તે પુસ્તક આપ્યું અને ત્યાર બાદ એક બાદ એક પુસ્તકો થી તે જ્ઞાની થયા હાલ ભાગવત ગીતા,રામાયણ તેમની પાસે ઉર્દૂ ભાષા માં છે.સાથે જ ગુજરાતી ભાષા માં હોય છે.જેને તેઓએ 50 થી વધુ વખત વાચન કરી છે.
ભગવાનના મંદિરમાં મૂર્તિનો અભિષેક થવા જઈ રહ્યો છે : મોહમ્મદ મિચલા
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર (Ayodhya Bhagwan Shri Ram Grand Temple )બનાવવામાં આવ્યું છે.આવનારી 22મી જાન્યુઆરીએ ભગવાનના મંદિરમાં મૂર્તિનો અભિષેક થવા જઈ રહ્યો છે.ત્યારે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે.આ તમામ વચ્ચે સુરત( Surat )માં રહેતા 69 વર્ષીય નિવૃત્ત આચાર્ય એવા મોહમ્મદ મિચલાએ રામ મંદિરના નિર્માણ થવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર વ્યક્ત કર્યો છે.
મોહમ્મદ ચિસલા એ ગુજરાત ફર્સ્ટ સાથે વાત ચીત કરી
મુસ્લિમ અગ્રણી એવા નિવૃત્ત આચાર્ય મોહમ્મદ ચિસલા (Mohammed Michla )એ ગુજરાત ફર્સ્ટ સાથે વાત ચીત કરતા ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા અંગે કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામ ભક્તો માટે આયોદ્યા આવી રહ્યા છે ,ભગવાન ના રામ મંદિર નો અદભુત નિર્માણ થયો છે.શરૂઆત થી લઇ અત્યાર સુધી મંદિર ના નિર્માણ ના તમામ ચિત્રો મિત્રો દ્વારા મને જોવા મળ્યા છે.વધુમાં તેમણે કહ્યું હતું કે વર્ષો પહેલા જ આ મંદિર બની જવું જોઈતું હતું પરંતુ ડર આયે દુરસ્ત આયે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી હવે અયોધ્યા ખાતે દેશ અને વિદેશના થી લોકો દર્શન કરવા આવશે, આ સાથે જ તેમણે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ ભક્તો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો-WEATHER : રાજ્યમાં સતત ત્રીજા દિવસે હાડ થીજવતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા