+

Rath Yatra : ભક્તોની સુવિધા-સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ, આ વર્ષે તમામ રેકોર્ડ તૂટશે : ગૃહ રાજ્યમંત્રી

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rath Yatra) ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓને લઈ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police), અમદાવાદ કોર્પોરેશ (AMC) અને જમાલપુર…

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rath Yatra) ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓને લઈ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police), અમદાવાદ કોર્પોરેશ (AMC) અને જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ ( Jamalpur Jagannath Mandir Trust) દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. દરમિયયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જમાલપુર ખાતે ભગવાન જગન્નાથનાં પ્રાચીન મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા.

હર્ષ સંઘવીએ કર્યા ભગવાન જગન્નાથનાં દર્શન

આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અમદાવાદનાં જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિર પહોંચ્યાં હતાં અને ભગવાનનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. તેમણે આરતીનો લાભ પણ લીધો હતો. દરમિયાન, હર્ષ સંઘવીએ સુરક્ષા મુદ્દે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ઉપરાંત, મહંત, મંદિરનાં ટ્રસ્ટીઓ સહિત મંદિર પ્રશાસનનાં સભ્યો સાથે પણ ચર્ચા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, 7 જુલાઈનાં રોજ અમદાવાદનાં નગરજનો માટે ભવ્ય દિવસ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ઉત્સાહથી નીકળે તેવી તડામાર તૈયારી ચાલી રહી છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અંગે કહી આ વાત

ગૃહ રાજ્યમંત્રીએ આગળ કહ્યું કે, રાજ્ય સરકાર માટે ભક્તોની સુવિધા અને સુરક્ષા સૌથી મહત્ત્વનો મુદ્દો છે. રથયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે સરકાર સાથે સૌની કોઈની જવાબદારી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીનાં તમામ યાત્રાઓનો રેકોર્ડ આ વખતે તૂટશે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પધારશે. સમયસર રથયાત્રા નીકળે અને સમયસર પૂર્ણ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રીએ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone fire) મામલે કહ્યું કે, SIT ACS હોમને રિપોર્ટ કરતી હોય છે. ગઈરાત્રે 2 વાગ્યા સુધી નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. આજે પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. SIT દ્વારા આજે અથવા આવતીકાલે સત્તાવાર નિવેદન આપવામાં આવશે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનાં (Lawrence Bishnoi) વીડિયો અંગે તેમણે કહ્યું કે, આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો – Ahmedabad : જાપ્તા પાર્ટી મજા કરતી રહી અને ભાજપ કાર્યકરનો હત્યારો ફરાર

આ પણ વાંચો – Ahmedabad : સંભારમાંથી ઉંદર નીકળવાની ઘટના બાદ ‘દેવી ઢોસા’ સામે મોટી કાર્યવાહી

આ પણ વાંચો – VADODARA : પંચાયતમાં ચાલતી ગેરરીતિ ડામવા ધારાસભ્ય મેદાને

Whatsapp share
facebook twitter