રાજકોટથી (Rajkot) મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની (Raghavji Patel) મોડી રાતે અચાનક તબિયત લથડી હતી. માહિતી મુજબ, રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમણે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં (Synergy Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તબીબો દ્વારા જણાવ્યા મુજબ, હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે અને મંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર સાથે વાત કરી રાઘવજી પટેલની તબિયત અંગે માહિતી મેળવી છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક
રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ
ICUમાં સારવાર હેઠળ છે મંત્રી રાઘવજી પટેલ @RaghavjiPatel @CMOGuj @Mulubhai_Bera @sanghaviharsh #Gujarat #RaghavjiPatel #BrainStroke #Rajkot #ICU #Hospitalize #GujaratFirst pic.twitter.com/50bMv6L5fn— Gujarat First (@GujaratFirst) February 11, 2024
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) મોડી રાતે બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં (Synergy Hospital) દાખલ કરાયા છે. હાલ મંત્રી રાઘવજી પટેલ ICU માં સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા મુજબ, તેમની સ્થિતિ હાલ સ્થિર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) આ અંગે માહિતી મળતા તેમણે ત્વરિત હોસ્પિટલમાં ફોન કરી ડોક્ટર્સ પાસેથી મંત્રી રાઘવજી પટેલના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મંત્રી રાઘવજી પટેલને ન્યુરોસર્જન ડો. સંજય ટીલાળા સારવાર આપી રહ્યા છે. રાઘવજી પટેલ હાલ ડોક્ટરોના ઓબઝર્વેશન હેઠળ છે.
આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપની યોજના ગાંવ ચલો અભિયાન અંતર્ગત જામનગર તાલુકાના બેરાજા (પસાયા) ગામે વિસ્તારક તરીકે પ્રવાસ કર્યો.
પ્રવાસ દરમિયાન ગામની મુલાકાત અને ગ્રામજનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. ગ્રામજનોનો મીઠો આવકાર, આત્મીય સ્વાગત, કૃષિની પદ્ધતિ, દેશી ભોજન અને તેમની ભાતીગળ… pic.twitter.com/PaMBePCacI
— Raghavji Patel (@RaghavjiPatel) February 10, 2024
ગઈકાલે બેરાજા ગામે લોકો સાથે કર્યો હતો સંવાદ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગઈકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) ગુજરાત પ્રદેશ ભાજપની યોજના ‘ગાંવ ચલો અભિયાન’ (Gaon Chalo Abhiyan) અંતર્ગત જામનગર (Jamnagar) તાલુકાના બેરાજા (પસાયા) ગામે વિસ્તારક તરીકે પ્રવાસ કર્યો હતો. દરમિયાન, તેમણે ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ગ્રામજનોના આવકાર અને આત્મીય સ્વાગતથી કૃષિમંત્રી ખૂબ જ પ્રસન્ન થયા હતા. આ અંગે કૃષિમંત્રીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, ગ્રામજનોની કૃષિની પદ્ધતિ, દેશી ભોજન અને તેમની ભાતીગળ સંસ્કૃતિ જોઈને ખૂબ આંનદ થયો.
રાઘવજી પટેલની તબિયતને લઈ વિવિધ નેતાઓના નિવેદન
કૃષિમંત્રી રાઘવજી પટેલને માઇનર બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના સમાચાર વહેતા થતા કૃષિમંત્રીની ખબર અંતર પૂછવા ભાજપના અનેક અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા છે. વિવિધ નેતાઓ દ્વારા તેમની તબિયત અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારે આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, હાલ કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સારી છે. રાજકોટની હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. માહિતી મુજબ, હેલ્થ કમિશનર અને હેલ્થ સેક્રેટરી થોડીવારમાં સિનર્જી હોસ્પિટલ પહોંચવાના છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈએ મીડિયાને જણાવ્યું કે, મુખ્યમંત્રી પણ રાઘવજીભાઈના પરિવારના સંપર્કમાં છે. મુખ્યમંત્રીએ પણ રાઘવજીભાઈના ખબર અંતર પૂછ્યા છે.
આ પણ વાંચો – Surat : ડુમસમાં કાપડ વેપારી અને મોડલ પ્રેમિકા વચ્ચેના વિવાદમાં જાહેરમાં ફાયરિંગ