+

Koli Community: રાજ્યમાં તળપદા અને ચુવાળીયા કોળી સમાજ સામ-સામે લડી લેવા માટે થયા સજ્જ

Koli Community: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 ને લઈ રાજકારણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે. જોકે ગુજરાતમાં ભાજપે પસંદ કરેલા ઉમેદવારોને લઈ ક્યાંકને ક્યાંક વિરોધ થતો જોવા મળી રહ્યો છે. તો બીજી…

Koli Community: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 ને લઈ રાજકારણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે. જોકે ગુજરાતમાં ભાજપે પસંદ કરેલા ઉમેદવારોને લઈ ક્યાંકને ક્યાંક વિરોધ થતો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદને આગમાં ઘી બનવાનું કામ કર્યું છે.

  • ગુજરાતમાં ચુવાળીયા અને તળપદા કોળી સમાજમાં ઘર્ષણ
  • લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં થયો અન્યાય
  • રાજ્યમાં ખૂણે-ખૂણે મહાસંમેલનનું કરી રહ્યા આયોજન

ત્યારે લોકસભ ચૂંટણી 2024 ને લઈ કોળી સમાજ અને તળપદા કોળી સમાજ એકબીજાની સામસામે આવી ગયા છે. ગુજરાતના ખૂણે-ખૂણે બંને સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ભાવનગરમાં આજરોજ ચુવાળીયા કોળી સમાજના આગેવાનો એકઠા થયા હતા. તે ઉપરાંત સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરાયું હતું.

ચુવાળીયા કોળી સમાજના કુલ 2.50 લાખ નાગરિકો આવેલા

Koli Community

Koli Community

જોકે ભાવનગરમાં ચુવાળીયા કોળી સમાજના કુલ 2.50 લાખ નાગરિકો આવેલા છે. ત્યારે ભાવનગરમાં ચુવાળીયા કોળી સમાજ દ્વારા તળપદા કોળી સમાજને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં તળપદા કોળી સમાજ વિરુદ્ધ ચુવાળીયા કોળી સામજે અપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતારી દેવમાં આવ્યો છે.

તળપદા કોળી સમાજનો ભાજપ પર અન્યાય કરવાનો આક્ષેપ

Koli Community News

Koli Community News

ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલા તળપદા કોળી સમાજ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જોકે કોંગ્રેસ કે ભાજપ દ્વારા તળપદા કોળી સમાજના ઉમેદવારોને ગુજરાતમાં ટિકિટ ન આપતા રોષ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ભાજપ છેલ્લા 3 ટર્મથી ચુવાળીયા કોળી સમાજના ઉમેદવારોને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરતી હોવાને કારણે પણ નારાજગી જોવા મળી રહી છે.

તળપદા કોળી સમાજ ઉમેદવારને વોટ-નોટ બંને આપશે

જે પૈકી એવી પણ અટકળો સામે આવી રહી છે, સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવુ પણ બની શકે છે. તેની સાથે તળપદા કોળી સમાજના લોકસભા ઉમેદવારને વોય અને નોટ બંનેનો સપોર્ટ કરવામાં આવશે. તે ઉપરાંત અપક્ષમાં પણ તળપદા કોળી સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવેશ, તેવી ચીમકી આપવમાં આવી છે.

આ પણ વાંચો: Anand Physiotherapy Collage: ફિઝીયોથેરાપીની કોલેજમાં એકાએક ભયાવહ આગ ભભૂકી ઉઠી

આ પણ વાંચો: SURAT : ઓનલાઇન દેહવ્યાપારની ચુંગાલમાં ફસાયેલી ચાર મોડલ મુક્ત કરાવાઇ

આ પણ વાંચો: VADODARA : લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલને લઇ પ્રભારીએ કહ્યું “EVERYTHING IS CLEAR”

Whatsapp share
facebook twitter