+

Jamnagar : Reliance Mall માં લાગી ભયાનક આગ, ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો

Jamnagar :  જામનગરમાં રિલાયન્સ મોલમાં મોડી રાતે અચાનક આગની ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ (Reliance)મોલમાં કોઈક કારણોસર આગ લાગી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાનું…

Jamnagar :  જામનગરમાં રિલાયન્સ મોલમાં મોડી રાતે અચાનક આગની ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ (Reliance)મોલમાં કોઈક કારણોસર આગ લાગી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાનું નિવેદન સામે આવ્યું છે. રિલાયન્સના પ્રવક્તા દ્વારા આધિકારિક નિવેદનમાં જણાવાયું કે, આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતું આગના ધુમાડા ઉંચે સુધી જોવા મળ્યા હતા. મોડી રાતે અનંત અંબાણી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 30 થી વધુ ફાયર ફાઈટર કાર્યરત રહીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જામનગર (Jamnagar ) નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી હતી. મોડી રાતે લગભગ 10.30 કલાકે આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગની જાણ થતા મોડી રાતે અનંત અંબાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

રિલાયન્સના પ્રવક્તાએ આગ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે. આ આગમાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે. સાથે જ મોલ બંધ થવાનો સમય હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં આવેલ આ રિલાયન્સ મોલમાં મુવી થિયેટર અને ગેમ ઝોન પણ આવેલું છે. આ ઉપરાંત અહી કેફે અને અન્ય રિટેઈલ દુકાનો પણ આવેલી છે.

 

આ  પણ  વાંચો – Surat :પિતાને ઘરે કાચબો લઈ જવું ભારે પડ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter