+

Indian Railways : હવે ટ્રેન મોડી પડે તો ચિંતા ના કરતાં! ગ્રાહક સુરક્ષા આયોગનો મહત્ત્વનો નિર્ણય

ભારતમાં દૈનિક ધોરણે કરોડોની સંખ્યમાં લોકો ટ્રેનમાં (Indian Railways) અવરજવર કરતા હોય છે. ત્યારે ઘણી વખત ટ્રેન મોડી પડવાનાં કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે…

ભારતમાં દૈનિક ધોરણે કરોડોની સંખ્યમાં લોકો ટ્રેનમાં (Indian Railways) અવરજવર કરતા હોય છે. ત્યારે ઘણી વખત ટ્રેન મોડી પડવાનાં કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે ટ્રેન મોડી પડવા અને ગ્રાહકનાં હિત અંગે ગ્રાહક તકરાર આયોગ (Consumer Disputes Commission) દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

વકીલે ગ્રાહક તકરાર આયોગમાં અરજી કરી હતી

પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં વકીલ હેમાંગ ત્રિવેદી (Hemang Trivedi) અને એડવોકેટ ગૌરવ વ્યાસને (Gaurav Vyas) રેલવે વિભાગનો કડવો અનુભવ થયો હતો, જેમાં વિગત પ્રમાણે બન્ને વકીલ ઇન્દોર પ્રવાસે ગયા હતા. ત્યાંથી પરત અમદાવાદ માટે તેમની ટ્રેન મોડી હોવાનું રેલવે વિભાગ દ્વારા જણાવાયું હતું. ત્યારે ફરિયાદી એડવોકેટને બીજા દિવસે અમદાવાદની જુદી-જુદી કોર્ટમાં કેસ હોવાથી જલદી કોર્ટે પહોંચવા માટે શાંતિ એક્સપ્રેસની રૂ.150 ની એક એવી 2 ટિકિટ રૂ.300 માં બુક કરાવી હતી .જનરલ ટિકિટ લઈને 8 કલાક ઊભા ઊભા અમદાવાદ આવવાની ફરજ પડી હતી.

ટ્રેન મોડી થાય તો જવાબદારી રેલવે વિભાગની

અગાઉ મોડી પડેલી ટ્રેનમાં ફરિયાદીએ ટિકિટનાં રૂ. 3300 રિફંડ સાથે બંનેના વળતરનાં રૂ 50,000 મેળવવા ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે ગ્રાહક સુરક્ષા આયોગે ચુકાદો આપતાં નોંધ્યું હતું કે ટ્રેન મોડી થશે તો રેલવે વિભાગે (Indian Railways) જવાબદારી લેવી જ પડશે. ટ્રેન મોડી થતાં અરજદારને શારીરિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આયોગે અરજદારની તરફેણમાં ચુકાદો આપી રેલવે વિભાગને (railway department) આદેશ કર્યો હતો, જેમાં ફરિયાદીને ટિકિટના રૂ. 3300 રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. ઉપરાંત, ફરિયાદીને માનસિક ત્રાસનાં રૂ. 5000, ફરિયાદ ખર્ચના રૂ. 2000 મળી કુલ રૂ.7 હજાર ચૂકવવા આયોગે આદેશ કર્યો હતો. મહત્ત્વનું છે કે 20 ઓગસ્ટ 2022 નાં કેસમાં આયોગે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો – Maharaja : હાઇકોર્ટમાં સુનાવણી, વકીલે કહ્યું- અરજદાર ફિલ્મ જોયા વગર જ કોર્ટમાં આવ્યા..!

આ પણ વાંચો – TET-TAT : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ-MLA જિજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર, કરી આ માગ

આ પણ વાંચો – SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી

Whatsapp share
facebook twitter