+

Heart Attack : ગાંધીનગરમાં ચાલુ નોકરીએ નાયબ મામલતદાર આવ્યો હાર્ટ એટેક

Heart Attack: રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના (Heart Attack)કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમને નખમાં રોગ ન હોય તેવા વ્યક્તિઓને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે આજે ગાંધીનગરમાં (Gandhinagar)ચાલું નોકરીએ…

Heart Attack: રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના (Heart Attack)કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમને નખમાં રોગ ન હોય તેવા વ્યક્તિઓને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે આજે ગાંધીનગરમાં (Gandhinagar)ચાલું નોકરીએ નાયબ મામલતદારને કચેરીમાં હાર્ટએટેકના લીધે અવસાન થયું હતું. જેના કારણે કચેરીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

 

 

ગાંધીનગર (Gandhinagar ) મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મનીષ ભાઈ કડિયાનું (Manish Kadia) આજે બપોરે હૃદયરોગના હુમલા થી અવસાન થયું અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ સાથે મામલતદાર કચેરી અને કલેકટર કચેરીમાં પણ નાયબ મામલતદારના અવસાનને લઈને શોક નું વાતાવરણ સર્જાયું ખાસ મનીષ ભાઈ કડિયા આશરે 46  વર્ષ ની ઉંમર છે અને તેમના પરિવાર માં વૃદ્ધ માતા છે અને ને બાળકો છે જેમાં એક છોકરો છે જે ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને બીજી પુત્રી છે જે ધોરણ 8 માં અભ્યાસ કરે છે મનીષ ભાઈ કડિયાના પત્નીનું કેન્સરની બીમારી થી અવસાન થયું હતું એટલે હવે પરિવારમાં માત્ર 2 બાળકો અને વૃદ્ધ દાદી જ છે ત્યારે પરિવાર માં આ સમાચાર થી ઘટના ની જગ્યા એ પરિવાર આવ્યો અને આક્રંદ કરી રહ્યા હતા.

મનીષ ભાઈ નિત્ય ક્રમ પ્રમાણે સવારે ઓફિસ માં આવ્યા હતા અને આવ્યા પછી બપોર. આ સમય ખુરશી માં બેઠા બેઠા જ ઢળી પડ્યા ત્યારે તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ લઈ જવાયા જ્યાં તેમની સારવાર કરવાનો તબીબો એ પૂરતો પ્રયાસ કર્યો c p r પણ તેમનો જીવ બચાવવા આપ્યા પરંતુ તેમ છતાં તેમનો જીવ ના બચ્યો અને નાયબ મામલદાર નું હૃદય રોગ ના હુમલા થી અવસાન થયું

અહેવાલ -સચિન કડિયા -ગાંધીનગર 

 

આ  પણ  વાંચો Ahmedabad Bopal Firing: અંગત અદાવતમાં જાહેર વિસ્તારમાં બિલ્ડર પર કરાયું 2 રાઉન્ડ ફાયરિંગ

આ  પણ  વાંચો Amreli Women Protest: બે મહિનાથી પીવાનું પાણી બંધ, મહિલાઓએ પાણી પુરવઠા કચેરીને આપ્યું અલ્ટીમેટમ

આ  પણ  વાંચો – Gujarat Election Commission : પરશોતમ રુપાલા અને મનસુખ માંડવીયા સામે ચુંટણી પંચમાં ફરીયાદ

Whatsapp share
facebook twitter