+

રાજકોટમાં શબવાહિનીએ ડિવાઈડર કૂદી બાઈક ચાલકને ટક્કર મારી ઉડાડ્યા, બાઈક સવાર ઓવરબ્રિજ પરથી નીચે પટકાતા મોત

અહેવાલ-રહીમ લાખાણી -રાજકોટ    રાજકોટ શહેરમાં આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં કોઠારીયાથી આજીડેમ ચોક જવા માટેના ઓવરબ્રિજ પરથી પસાર થતી રાજકોટ મનપાની શબવાહિની અચાનક રોડની બીજી સાઈડ આવી…

અહેવાલ-રહીમ લાખાણી -રાજકોટ 

 

રાજકોટ શહેરમાં આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં કોઠારીયાથી આજીડેમ ચોક જવા માટેના ઓવરબ્રિજ પરથી પસાર થતી રાજકોટ મનપાની શબવાહિની અચાનક રોડની બીજી સાઈડ આવી ચડી હતી અને તેને એક બાઇકને હડફેટે લીધું હતું જેના કારણે શબવાહિની અને બાઇકચાલક પ્રૌઢ ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હતા જેમાં બાઈક સવાર પ્રૌઢનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

રાજકોટ ગોંડલ હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગોંડલ હાઇવે પર ફરી એક વખત વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં ગોંડલ રોડ પરથી આવી કોઠારીયા ચોક ઓવરબ્રિજ પરથી પસાર થઇ આજીડેમ તરફ જવાના રસ્તા પર આવેલ ઓવરબ્રિજ પરથી રાજકોટ મહાનગરપાલિકાની શબવાહિની પસાર થઇ રહી હતી.જો કે આ પછી અચાનક એકાએક આ શબવાહિની રોડનું ડિવાઈડર કૂદી રોડની બીજી તરફ આવી ચડી હતી અને જેમાં તેને એક બાઈકને હડફેટે લીધું હતું જેના કારણે શબવાહીની તેમજ બાઈક ચાલક પ્રૌઢ પટકાયને ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હતા જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

 

 

મૃતક બાઈક ચાલકનું નામ દિનેશભાઇ ભીમજીભાઈ ખુંટ હોવાનું સામે આવ્યું છે અને તેઓ શહેરના કુવાડવા રોડ પર ડીમાર્ટ નજીક ગારમેન્ટની દુકાન ધરાવે છે. દુકાને તેમના સંતાનો પણ હોય છે આજે તેઓ 11.30 વાગ્યે દુકાનથી નીકળી જમવા માટે પોતાના ઘર કોઠારીયા રોડ પર આવેલ સ્વાતિ પાર્ક ખાતે જતા હતા દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

 

એમ્બ્યુલન્સનો ડ્રાઈવર દારૂના નશામાં ધુપ હતો

પરિવારજનોનો આક્ષેપ છે કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર દારૂના નશામાં ધુપ હતો. નશામાં હોય તોજ આવો અકસ્માત સર્જાઈ શકે બાકી કોઈ દિવસ ફિલ્મોમાં સર્જાય તેવો અકસ્માત રિયલમાં સર્જાઈ શકે નહિ. પિક્ચરમાં દેખાડવામાં આવતા સ્ટંટ અને અકસ્માત જેવો અકસ્માત સર્જાયો છે ઓવરબ્રિજ પરથી શબવાહિની નીચે આવી ગઈ છે અને અમારા પરિવારજન પણ ઉપરથી નીચે પટકાયા છે. આવા લોકો સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે.

 

પોલીસની પ્રાથમિક પુછપરછમાં શબવાહિનીના ચાલકનું નામ રમેશ મકવાણા હોવાનું અને તે કોન્ટ્રાકટ બેઝ કર્મચારી હોવાનુ સામે આવ્યું છે. અને શબવાહીનીનું ટાયર ફાટતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ પણ આ અકસ્માત પાછળનું કારણ હોય શકે તે વાત પણ નકારી શકાય તેમ નથી.

 

આ  પણ  વાંચો-રાજકોટમાં 8 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, 3 નરાધમો ઝડપાયા

 

 

Whatsapp share
facebook twitter