આજે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં મહિલા સલામતી (Women Safety), માદક પદાર્થો સામે અભિયાન, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટાફની (Gujarat Police) ફાળવણી અને હિંસાત્મક પ્રવૃત્તિઓ સામે ઝીરો ટૉલરન્સ નીતિ સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
મહિલા સલામતી અંગે રાજ્ય સરકાર કટિબદ્ધ : હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) આજે ગૃહમાં મહિલા સલામતી (Women Safety) અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મહિલા સલામતી અંગે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહિલાઓ વિરુદ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન 33માં સ્થાને છે. ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં મહિલા સુરક્ષાનાં વિષયમાં ગંભીરતાપૂર્વક કામગીરી કરીને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને નિયંત્રિત કરવામાં ખૂબ સફળતા મેળવી છે. હર્ષ સંઘવીએ આગળ જણાવ્યું કે, આશરે 29 કેસોમાં ખૂબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા આપવામાં આવી છે.
Gujarat First : ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત | Gujarat First@sanghaviharsh #gujarat #psi #pi #gujaratfirst pic.twitter.com/bo9rP6SU5V
— Gujarat First (@GujaratFirst) February 21, 2024
ડ્રગ્સ સામે ઝુંબેશ, NDPS સેલની રચના કરાશે
ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં માદક પદાર્થો સામે અભિયાન મામલે વાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં ડ્રગ્સ સામેનું અભિયાન આજથી એક ઝુંબેશ અને જંગ તરીકે લડાશે. દરિયાઈ સરહદો પર ડ્રગ્સ અને દુશ્મન દેશ સાથેની લડાઈ હવે શેરીએ શેરીએ પહોંચશે. તેમણે કહ્યું કે, સીઆઇડી ક્રાઇમમાં (CID Crime) રાજયમાં પ્રથમવાર પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી સેલનાં વડપણ હેઠળ એનડીપીએસ સેલની (NDPS) રચના કરાશે.
કોમી તોફાનો અને હિંસાત્મક બનાવો સામે ઝીરો ટૉલરન્સ નીતિ
આ સાથે રાજ્યના કોઇ પણ ખૂણે કોઈ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટના રિસ્પોન્સ ટાઈમ હાંસલ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજના જાહેર કરી છે. આ માટે 1100 નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી આખા રાજ્યમાં કરી ડાયલ નં. 11 માં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, કોમી તોફાનો અને હિંસાત્મક બનાવો તરફની ઝીરો ટૉલરન્સ નીતિના ભાગરૂપે એસઆરપીએફ જૂથ-2, અમદાવાદની કંપનીને સ્પેશ્યલ એકશન ફોર્સ (SAF) તરીકે વિકસાવવામાં આવશે.
આ પણ વાંચો – GIR : શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી અને પ્રવાસનમંત્રીની હાજરી