+

GONDAL : ગેરકાયદેસર વ્યાજ વસુલતા તત્વો સામે પોલીસ એક્શનમાં આવી

GONDAL : રાજકોટ ગ્રામ્ય પોલીસ (RAJKOT RURAL POLICE) ગોંડલ ડિવિઝન (GONDAL DIVISION) દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરુદ્ધની ફરિયાદોના નિકાલ અંગે ગોંડલ ટાઉનહોલ માં લોક દરબાર યોજાયો હતો ટાઉનહોલ…

GONDAL : રાજકોટ ગ્રામ્ય પોલીસ (RAJKOT RURAL POLICE) ગોંડલ ડિવિઝન (GONDAL DIVISION) દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરુદ્ધની ફરિયાદોના નિકાલ અંગે ગોંડલ ટાઉનહોલ માં લોક દરબાર યોજાયો હતો ટાઉનહોલ ખાતે અલગ અલગ બેન્ક એક્સીસ બેન્ક, SBI, કોટક બેન્ક, રાજકોટ જિલ્લા ડિસ્ટ્રિક કો.ઓપરેટિવ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સહિત ના અલગ અલગ બેંકો ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોન મેળવવા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને અલગ અલગ બેંકો દ્વારા હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા હતા.

જિલ્લા માં 100 થી વધારે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે : જયપાલસિંહ રાઠોડ

આ કાર્યક્રમ માં રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ, DYSP કે.જી.ઝાલા, PI એ.સી.ડામોર, કોટડાસાંગાણી અને સીટી PSI જાડેજા, સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. વધુ માં રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડે, DYSP કે.જી.ઝાલા અને PI એ.સી.ડામોરે લોકો ને લોન વિશે માહિતગાર કર્યા હતા જિલ્લા SP એ જણાવ્યું હતું કે મની લેન્ડિંગ કરતા લોકો થી કેમ બચવું અને મની લેન્ડિંગ કરનારા પાસે લાઇસન્સ હોય તોજ મની લેન્ડિંગ કરી શકે છે. મની લેન્ડિંગ ના રાજકોટ જિલ્લા માં 100 થી વધારે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. સરકારની ઘણી યોજનાઓ છે. જેમાં સાચા રસ્તે જઈને આર્થિક વ્યવહાર કરો વ્યાજક વસુલાત કરતા લોકો થી બચો અને કોઈ ગેરકાયદેસર વ્યાજ વસુલાતમાં આવી ગયેલ હોય તો નજીક ના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી શકો છો.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો — VADODARA : સાવલી જમીન કૌભાંડમાં સંડોવાયેલા પૈકી ત્રણના રિમાન્ડ પૂર્ણ

Whatsapp share
facebook twitter