+

Gandhinagar BJP Program: લોકસભા ચૂંટણી 2024 પહેલા ગાંધીનગરમાં કોંગ્રેસની બે વિકેટ પડી

Gandhinagar BJP Program: ગુજરાત (Gujarat) રાજ્યમાં કોંગ્રેસ પક્ષને વધુ એક ધક્કો વાગ્યો છે. ગુજરાતના પાટનગરમાં આવેલા કોંગ્રેસ (Congress) ના મનમા કોર્પોરેટર દ્વારા કોંગ્રેસ (Congress) નો પંજો છોડી મૂકવામાં આવ્યો છે.…

Gandhinagar BJP Program: ગુજરાત (Gujarat) રાજ્યમાં કોંગ્રેસ પક્ષને વધુ એક ધક્કો વાગ્યો છે. ગુજરાતના પાટનગરમાં આવેલા કોંગ્રેસ (Congress) ના મનમા કોર્પોરેટર દ્વારા કોંગ્રેસ (Congress) નો પંજો છોડી મૂકવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત (Gujarat) ના પાટનગર ગાંઘીનગર (Gandhinagar) માં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • ગાંધીનગરમાં કોંગ્રેસને વધુ ઝટકો લાગ્યો
  • કોંગ્રેસના કોર્પોરેટર BJP માં જોડાયા
  • ગાંધીનગરમાં સૌથી આધુનિક મનપા તૈયાર કરાશે

આજરોજ ગાંધીનગર (Gandhinagar) માં BJPની ઉત્તર વિધાનસભામાં આવેલી બેઠકને લઈ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર (Gandhinagar) માં રહેલા કોંગ્રેસ (Congress) ના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ દ્વારા કેસરિયો ધારણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમમાં Ahmedabad શહેરના પૂર્વ શહેર પ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા પણ BJPમાં જોડાયા હતા.

Gandhinagar BJP Program

રાજ્ય મંત્રી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ રહ્યા

ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘંવી (Home Minister Harsh Sanghvi) ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકારો દ્વારા કેસરિયો ધારણ કર્યો હતો. તે ઉપરાંત રાજ્ય મંત્રી હર્ષ સંઘંવી (Home Minister Harsh Sanghvi) એ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ગાંધીનગર લોકસભામાં મહત્વની કામગીરી થઈ છે. તો આજે વધુ એક ગાંધીનગર (Gandhinagar) અને અહીંના લોકને સફળતા મળી છે.

ગાંધીનગરમાં સૌથી આધુનિક મનપા તૈયાર કરાશે

Gandhinagar BJP Program

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગાંધીનગર (Gandhinagar) માંથી કોંગ્રેસ (Congress) ની મુક્તિ થઈ અને લોકોને મુક્તિ મળી છે. છેલ્લા 5 વર્ષમાં BJP ની મહેનતનો રંગ સંપૂર્ણ દેખાઈ રહ્યો છે. ગાંધીનગરમાં આવનારા દિવસોમાં દેશની સૌથી આધુનિક મનપા બનશે.

આ પણ વાંચો: Fake Certificate And Marksheet: વિદેશ જવા માટે નકલી દસ્તાવેજો બનાવી આપતી ગેેંગ સુરતમાંથી ઝડપાઈ

આ પણ વાંચો: Porbandar Fisherman: માછીમારો દરિયા પહેલા સરકારી સમસ્યાના જાળમાં ફસાયેલા

આ પણ વાંચો: Protest Against Parshottam Rupala: ક્ષત્રિય સમાજના આગેવાનોએ જાહેરનામાનો ભંગ કરી પુતળા સળગાવ્યા

Whatsapp share
facebook twitter