+

Gandhinagar: વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી સાથેની બેઠકમાં ST નિગમના કર્મચારીઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ

ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી…

ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે.

HRA નવેમ્બરથી ચૂકવાશે

ST યુનિયન સાથેની બેઠકમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. ST કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે. હવે ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી મંગાશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે. ST કર્મચારીઓને સુધારેલા HRA નવેમ્બરથી ચૂકવાશે.

 

એસ.ટી યુનિયન દ્વારા કરાઈ રહી હતી માંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.ટી કર્મચારી માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માંગણી કરવામાં આવી રહી હતી. તેના અનુસંધાને એસ.ટી નિગમના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી હતી. જોકે, એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.

આ  પણ  વાંચો –હેવમોર આઇસ્ક્રીમના સ્થાપક-પ્રમોટરની આઇસ્ક્રીમની નવી બ્રાન્ડ ‘હોક્કો’ સાથે માર્કેટમાં એન્ટ્રી

Whatsapp share
facebook twitter