ગાંધીનગરના (Gandhinagar) દહેગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા રિક્ષા પલટી મારી હતી. આ હચમચાવે એવા અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલા મુસાફરનું માથું ધડથી અલગ થયું હતું. આ અકસ્માતના સીસીવીટી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. આ મામલે ડભોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
માથું ધડથી અલગ થઈ 10 ફૂટથી વધુ દૂર ફેંકાયું
પ્રાપ્ત માહિતી મુજબ, રખિયાલમાં (Rakhial) રહેતા ભાવનાબેન મકવાણા પરિવારના 4 સભ્યો સાથે રિક્ષામાં ભેસી ડભોડા (Dabhoda) તરફ જઈ રહ્યા હતા. દરમિયાન, ગાંધીનગરના (Gandhinagar) દહેગામ (Dehgam) નજીક સામેથી પૂરઝડપે આવતી એક કાર સાથે રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી. હૈયું કંપાવે એવા આ અકસ્માતમાં રિક્ષા પલટી મારી હતી અને ભાવનાબેન મકવાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ભાવનાબેનનું માથું ધડથી અલગ થઈ 10 ફૂટથી વધુ દૂર ફેંકાયું હતું. જ્યારે, અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી.
CCTV ફૂટેજના આધારે તપાસ
ઇમરજન્સી સેવા 108 એમ્બ્યલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડભોડા પોલીસને (Dabhoda police) અક્સમાતની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પણ પોલીસે આગળની તપાસ આદરી છે.
આ પણ વાંચો – ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો – SURAT : ડીંડોલી -કડોદરા કેનાલ રોડ ઉપર અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ થઈ દોડતી
આ પણ વાંચો – VADODARA : 16 થી વધુ વાહનચોરીમાં સંડોવાયેલો “મહેબુબ” ઝબ્બે