ગુજરાતમાં (Gujarat) પહેલીવાર રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સાંસદ-2024’ (Yuva MP-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં 83 યુનિવર્સિટીના 550 જેટલા યુવાનોને એક દિવસ માટે સાંસદ બનવાની તક મળશે. માહિતી મુજબ, દરમિયાન ગૃહમાં યુવાનો 5 જેટલા અલગ અલગ બિલને રજૂ કરશે. તેમ યુવા સાંસ્કૃતિકમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
વિવિધ 83 યુનિવર્સિટીના 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે
ગુજરાતમાં પહેલીવખત ગાંધીનગર ખાતે આવતીકાલે એટલે કે 9મી માર્ચના રોજ યુવા સાંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી અને યુવા સાંસ્કૃતિકમંત્રી હર્ષ સંઘવીએ (HM Harsh Sanghvi) મીડિયાને જણાવ્યું હતું કે, આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે ‘યુવા સાંસદ-2024’ (Yuva MP-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યમાં પ્રથમવખત યોજાવવા જઈ રહ્યું છે, જેમાં રાજ્યભરની વિવિધ 83 યુનિવર્સિટીના 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આ ‘યુવા સાંસદ-2024’ ના કાર્યક્રમને ખુલો મુકશે.
પ્રશ્નોતરી, 4 સેશન્સ અને 5 વિવિધ બિલ પર ચર્ચા થશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગળ જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે રાજ્યના 20 હજાર જેટલા યુવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે પાંચ અલગ અલગ જ્યુરી દ્વારા 550 યુવાનોની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન 35 જેટલા વિધાર્થીઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચા કરશે. ઉપરાંત, પ્રશ્નોતરી સહિત 4 સેશન્સ અને 5 જેટલા વિવિધ બિલ પર પણ ચર્ચા કરવામાં આવશે. વિકસિત ભારત-2047 (Developed India-2047), યુનિફોર્મ સિવિલ કોડ અને રામ મંદિર (Ram Mandir) નિર્માણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેશ રિસર્ચ, કલમ 370 (Article 370) અને સાઈબર સિક્યોરિટી સહિતના વિવિધ વિષય પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો – Women’s Day Special : સુરતના આ ST બસ મહિલા કંડક્ટરના સંઘર્ષ વિશે જાણી તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!