+

રાજકોટ નર્સિંગ કોલેજમાં ફરી વિવાદ,કેન્ટીનના ભોજનમાંથી નીકળી ઈયળ

રાજ્યમાં વિવિધ સ્થાનો પર ભોજન સાથે ચેડાં જોવા મળી રહ્યો છે. જેમાં હવે કોલેજની કેન્ટીન પણ વિવાદમાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટની વધુ એક નર્સિંગ કોલેજ આવી વિવાદમાં આવી…

રાજ્યમાં વિવિધ સ્થાનો પર ભોજન સાથે ચેડાં જોવા મળી રહ્યો છે. જેમાં હવે કોલેજની કેન્ટીન પણ વિવાદમાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટની વધુ એક નર્સિંગ કોલેજ આવી વિવાદમાં આવી છે. જેમાં કેન્ટીનના ભોજનમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ સામે આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, રાજકોટના જામનગર રોડ પર આવેલી શ્રી આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાંથી ઈયળ નીકળી છે. જેમાં કોલેજમાં 500 થી 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યા છે.

 

નોંધનીય છેકે, વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસૂલવામાં આવે છે પણ ભોજનમાં વારંવાર વિવાદ સામે આવી રહ્યા છે. આ અગાઉ પણ ઘણાં સ્થાનો પર અવરનવર ભોજનમાંથી ઈયળ અને વિવિધ કિટકો બહાર નીકળતી રહે છે. જેમાં અગાઉ જાણીતા હોટલમાંથી જીવાત સહિતના જીવો નીકળતા જોવા મળે છે.

 

આ પણ વાંચો-ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ ઝડપાઈ

 

Whatsapp share
facebook twitter