+

CORONA UPDET: અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા

રાજ્ય સહિત દેશભરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અગાઉની લહેરમાં કોરોનાનું મુખ્ય કેન્દ્ર એવા અમદાવાદમાં ફરી એકવાર કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં…

રાજ્ય સહિત દેશભરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અગાઉની લહેરમાં કોરોનાનું મુખ્ય કેન્દ્ર એવા અમદાવાદમાં ફરી એકવાર કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 12 પર પહોંચી છે.

 

6 નવા કેસ નોંધાયા

છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં ગઈકાલ સુધી 7 એક્ટિવ કેસ હતા ત્યારે આજે વધુ 6 નવા કેસ નોંધાયા છે. જેમાં વધુ 3 મહિલા અને 4  પુરૂષ પોઝિટિવ આવ્યા છે. આ પોઝિટિવ કેસ અમદાવાદના નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા છે.

તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલાયા

આ સાથે જ ફરી એકવાર લોકોને સતર્કતા રાખવા માટે અપીલ કરવામાં આવી છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. નવા વેરિએન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે. તેમજ તમામના સેમ્પલ જિનોમ સિક્વસિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

 

નોંધનીય છે કે, ગુરુવારે દેશમાં 358 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. આ પહેલા બુધવારે 614 કોરોના દર્દીઓ નોંધાયા હતા. 21 મે પછી આ સૌથી વધુ સંખ્યા હતી. WHO થી લઈને કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હોસ્પિટલોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ભીડમાં માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. કોરોનાના નવા પ્રકાર, JN.1 નું પરીક્ષણ વધારવા સહિત ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે.

 

આ  પણ  વાંચો  -રાજ્યમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ફફડાટ, અમદાવાદમાં સૌથી વધુ કેસ

 

More in :
Whatsapp share
facebook twitter