સુરત : શહેરમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ભાજપ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ હતી અને હવે ચુંટણી પડઘમ શાંત થવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપ નવસારીના ઉમેદવાર સી આર પાટીલ ઉમેદવારી નોંધાવવા પહેલા રોડ શો કરશે. આ પહેલા પોતાના ઘરે સી આર પાટીલે પોતાના માતાના આશીર્વાદ લીધા હતા.
પરિવારને મળી શુભકામના મેળવી
સુરત લોકસભા પર મુકેશ દલાલ દ્વારા ઉમેદવારી નોંધાવી બાકી બચેલા વિકાસના કામો માટેની બાહેધરી આપી હતી. જો કે નવસારીના સીટિંગ સાંસદ સી આર પાટીલ દ્વારા ગુજરાતની તમામ બેઠક પર પાંચ લાખથી વધુની લીડથી જીતની આશા વ્યક્ત કરવામાં આવી હતી. નવસારી રોડ શો કરવા પહેલા સાંસદે પોતાના પરિવારને મળી શુભકામના મેળવી હતી. બાદમાં સી આર પાટીલ નવસારી મધ્યસ્થ કાર્યાલય જઈ રોડ શો કરવા રવાના થયા હતા.
30 હજારથી વધુ લોકો જોડાશે
સી આર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલે પોતાના પિતા અને નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલની જંગી લીડથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સી આર પાટીલનો રોડ શો ભવ્ય હશે, જેમાં 30 હજારથી વધુ લોકો જોડાશે.
આ પણ વાંચો: C.R.Patil : સુરતમાં કાર્યકર્તાઓને કરી હાંકલ, કહ્યું – બે વાર લોકસભા જીત્યા અને હવે..!
આ પણ વાંચો: Surat election: હું શપથ લવ છું… હું મતદાન કરીશ… સુરત બસ સ્ટેશન ચૂંટણીમય
આ પણ વાંચો: Surat loksabha : અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું, ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી કહ્યું કે…