+

Amit Shah : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, જાણો વિવિધ કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના (Amit Shah) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓ સાણંદ (Sanand) ખાતે વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ સાથે રૂ. 1429…

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના (Amit Shah) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓ સાણંદ (Sanand) ખાતે વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ સાથે રૂ. 1429 કરોડની સિંચાઈ સુવિધાનું પણ ખાતમુહૂર્ત કરશે. ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતીઓને કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદ ખાતે વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાની સાથે રૂ. 1429 કરોડ રૂપિયાની સિંચાઇ સુવિધાનું પણ ખાતમુહૂર્ત કરવાના છે. ઔડા (AUDA) દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલ અને મોડાસર (Modasar) અને ઝોલાપુર તળાવનું (Zholapur lakes) પણ તેઓ લોકાર્પણ કરશે.

ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં (Ahmedabad) ઔડા અને AMC ના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ વાડજ ખાતે જાહેરસભા પણ યોજી હતી અને કહ્યું હતું કે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) વિકાસની ગતિ જાળવી રાખી છે. વિકાસની વ્યાખ્યા ગુજરાતના નાના ગામડાઓથી આપવાનું શરૂં કરવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે, 3 લોકસભા ક્ષેત્રોમાં રૂ. 1900 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. નરેન્દ્રભાઈએ એક જ સાથે સવા લાખ લોકોને પોતાના ‘સપનાના ઘર’ની ચાવી આપી છે. આજે 10 જ વર્ષમાં ભારત વિશ્વમાં 5 મા નંબરે પહોંચ્યો છે. નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજા નંબરે લઈ જઈશું. તેમણે આગળ કહ્યું કે, 500 વર્ષના સંઘર્ષ બાદ 22મી જાન્યુ.એ અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની (Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે કરોડો ભારતીયોનું સપનું પૂરું થયું છે.

આ પણ વાંચો – Ahmedabad : PM મોદીએ એક સાથે સવા લાખ મકાનોની ચાવી આપી : અમિત શાહ

Whatsapp share
facebook twitter